ગાઝામાં ઇઝરાયેલી સેના દ્વારા મોતનું તાંડવ તેજ, 8 હજારથી વધુ લોકોના મોત
ઇઝરાયેલી સેનાએ ગાઝામાં જમીની સૈન્ય અભિયાનને તેજ કર્યુ હોવાના સમાચારો આવી રહ્યા છે. ઇઝરાયેલ અને ગાઝા વચ્ચેના આ યુદ્ધમાં અત્યારસુધીમાં 9 હજારથી વધુ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે.
ઇઝરાયલ ગ્રાઉન્ડ આક્રમણને વિસ્તારી રહ્યું છે. ઇઝરાયલી સેના ટેન્ક સાથે ગાઝા શહેરમાં પ્રવેશી છે અને હમાસના આતંકવાદીઓ સાથે લડાઈમાં ડઝનથી વધુ હમાસના આતંકવાદીઓ માર્યા ગયા હોવાના અહેવાલ છે.

ઈઝરાયેલી સેના અનુસાર, ગાઝા પટ્ટીના ઉત્તરી ભાગમાં હમાસના આતંકીઓ અને સૈનિકો વચ્ચે લડાઈ ચાલી રહી છે. આ દરમિયાન ઈઝરાયેલની સેનાએ ઉત્તરી ગાઝાને દક્ષિણથી જોડતા મુખ્ય માર્ગને બ્લોક કરી દીધો છે.
ઇઝરાયેલી સૈન્યના એક નિવેદનમાં કહેવાયું છે કે, ગાઝા પટ્ટીમાં ઝિકિમ કિબુત્ઝ નજીક જોવામાં આવેલા લડવૈયાઓએ ઇઝરાયેલી સૈનિકો પર ગોળીબાર કર્યો હતો અને લડાઈમાં તે માર્યા ગયા છે. આ લડાઈમાં વાયુસેના સાથ આપી રહી છે.
આ પહેલા હમાસની લશ્કરી પાંખ કાસમ બ્રિગેડે તેની ટેલિગ્રામ ચેનલ પર ઉત્તરી ગાઝામાં બીટ લાહિયા નજીક ઇઝરાયેલી સૈનિકો સાથેની લડાઇની જાણ કરી હતી અને દાવો કર્યો હતો કે તેઓએ ઇઝરાયેલી દળો પર હુમલો કર્યો છે.
ઇઝરાયેલ સરકારના પ્રવક્તા એલિયટ લેવીએ કહ્યું કે, 7 ઓક્ટોબરે હત્યાકાંડને 3 અઠવાડિયા થયા છે. આ દિવસે હમાસે દક્ષિણ ઇઝરાયેલ પર હુમલો કર્યો અને ગોળીબાર કર્યો હતો. હત્યા, ત્રાસ તેમજ બળાત્કાર ગુજાર્યા અને 1,400 લોકોને મોતને ઘાટ ઉતાર્યા. હમાસ દ્વારા ઇઝરાયેલના શહેરો પર 8,000 થી વધુ રોકેટ ફાયરિંગ કરાયા છે અને હજુ ચાલુ છે.
તેમણે આગળ કહ્યું કે, 7 ઑક્ટોબરના જવાબમાં હમાસને નષ્ટ કરવા અમારા અભિયાનને આગળ વધારી રહ્યા છીએ. છેલ્લા કેટલાક દિવસોથી ઈઝરાયલી દળો ગાઝા પટ્ટીમાં કામ કરી રહ્યા છે.
જમીન પર અમે કમાન્ડ પોસ્ટ, મિસાઇલ પ્રક્ષેપણ અને ટનલ સહિત હમાસના 600 થી વધુ લક્ષ્યો પર હુમલો કર્યો છે અને અમે તેમને સંપૂર્ણ રીતે નષ્ટ કરવા માટે અભિયાન ચાલુ છે.
જણાવી દઈએ કે, ઈઝરાયેલ-હમાસ યુદ્ધમાં 9700 થી વધુ લોકોના મોત થયા છે. 1400 થી વધુ ઇઝરાયેલ નાગરીકો માર્યા ગયા છે અને 8,000 થી વધુ પેલેસ્ટિનિયનોના મોત થયા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
