યુદ્ધ વિરામમાં પણ ન નીકળી શક્યા ભારતીય છાત્ર, સરકાર માટે માથાનો દુઃખાવો બન્યુ સૂમી, જાણો કેમ છે ચિંતા
પૂર્વ યુક્રેનમાં ફસાયેલા ભારતીય આ નિકાસ માર્ગોનો ઉપયોગ કરવામાં અસમર્થ રહ્યા.
કીવ/મૉસ્કોઃ રશિયા અને યુક્રેને શનિવારે યુદ્ધ વિરામની ઘોષણા કરી હતી જેથી યુદ્ધવાળા વિસ્તારોમાં જે નાગરિક ફસાયેલા છે તે એ ક્ષેત્રોમાંથી બહાર નીકળી શકે. નાગરિકોને બહાર નીકળવા માટે મારિયુપોલ અને વોલ્નોવાખા શહેરોમાં હ્યુમન કૉરિડોરનુ નિર્માણ કરવામાં આવ્યુ હતુ પરંતુ પૂર્વ યુક્રેનમાં ફસાયેલા ભારતીય આ નિકાસ માર્ગોનો ઉપયોગ કરવામાં અસમર્થ રહ્યા. જેને લઈને યુક્રેન અને રશિયા વચ્ચે આરોપ-પ્રત્યારોપ ચાલુ છે. યુક્રેને કહ્યુ કે રશિયાએ સમજૂતીનુ ઉલ્લંઘન કર્યુ અને ચાલુ ગોળીબારે નાગરિકોની સુરક્ષિત નિકાસી માટે હ્યુમન કૉરિડોરને ખોલવાનુ અસંભવ બનાવી દીધુ હતુ.

હજુ પણ ફસાયેલા છે ભારતીય
રિપોર્ટ મુજબ યુદ્ધવિરામ જરુર કરવામાં આવ્યુ હતુ પરંતુ આ દરમિયાન પણ ગોળીબાર કરવામાં આવી રહ્યો હતો માટે છાત્રો માટે સુરક્ષિત રીતે બહાર નીકળવાનુ ઘણુ મુશ્કેલ હતુ. વળી, અમુક ભારતીય છાત્રો તો યુક્રેનની પશ્ચિમી સીમા તરફ વધવામાં જરુર સફળ રહ્યા પરંતુ રશિયા સાથેની પૂર્વ સીમા તરફ છાત્રો જઈ શક્યા નહિ. વળી, નવી દિલ્લીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુક્રેનમાં સ્થિતિ અને નિકાસી પ્રક્રિયાની સમીક્ષા માટે એક બેઠકની અધ્યક્ષતા કરી છે. ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવકતા અરિંદમ બાગચીએ કહ્યુ કે સૂમી અને પિસોચિન ઉપરાંત યુક્રેનમાં હવે ઓછા ભારતીય બચ્યા છે. તેમણે કહ્યુ કે, 'લગભગ બધા ભારતીય ખારકીવ છોડી ચૂક્યા છે જે છેલ્લા અમુક દિવસોથી ઘણો ચિંતાનો વિષય હતા.'

ઘણા ક્ષેત્રોમાંથી કાઢવામાં આવ્યા બધા ભારતીય
યુક્રેનમાં ભારતીય દૂતાવાસે કહ્યુ, 'પિસોચિનમાંથી બધા ભારતીય નાગરિકોને કાઢી લેવામાં આવ્યા છે. ભારતીય મિશન છાત્રોની યાત્રા દરમિયાન તેમના સંપર્કમાં રહેશે. તેમની સુરક્ષા હંમેશા અમારી પ્રાથમિકતા રહ્યુ છે.' આ પહેલા વિદેશ મંત્રાલયના પ્રવકતાએ કહ્યુ હતુ, 'નજીકના પિસોચિનમાં અમુક કલાકો પહેલા સુધી 289થી ઓછા છાત્રો હતા જેમને કાઢવાના હતા. અમે આજ સુધી આ કામને પૂરુ કરવાની આશા રાખી રહ્યા છે. ત્યાંથી ત્રણ બસો પહેલા જ છાત્રોને લઈને રવાના થઈ ચૂકી છે. પાંચ બસોમાં અમે બાકીના છાત્રોને લઈને નીકળી જઈશુ. અમે થોડા કલાકોમાં બધાને બહાર કાઢવામાં સક્ષમ થઈ જઈશુ.'

ચાલુ છે 'ઑપરેશન ગંગા'ની ગતિ
ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવકતા અરિંદમ બાગચીએ કહ્યુ કે છેલ્લા 24 કલાકમાં 15 ઉડાનો દ્વારા 2900 લોકોને ભારત લાવવામાં આવી ચૂક્યા છે. ઑપરેશન ગંગા હેઠળ અત્યાર સુધી 63 ઉડાનોથી લગભગ 13,300 નાગરિક ભારત આવી ચૂક્યા છે. આવતા 24 કલાકમાં 13 ઉડાનો નિર્ધારિત કરવામાં આવી છે જેમાથી એક ભારતીય વાયુસેનાનુ વિમાન પણ છે. ભારત સરકારે ઉત્તર-પૂર્વના સૂમીમાં છાત્રોને હાલમાં રોકાવા માટે કહ્યુ અને વિસ્તારમાં સંઘર્ષ વિરામનુ આહ્વાન કર્યુ જેથી તેમના કાઢી શકાય. ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યુ કે, 'અમે સૂમીમાં ફસાયેલા ભારતીય છાત્રો વિશે ખૂબ ચિંતિત છીએ. આપણા છાત્રો માટે એક સુરક્ષિત હ્યુમન કૉરિડોર બનાવવા માટે તત્કાલ યુદ્ધ વિરામ માટે અમે ઘણી ચેનલોના માધ્યમથી રશિયા અને યુક્રેની સરકારો પર જોરદાર દબાણ કર્યુ છે. અમે છાત્રોને સુરક્ષા સાવધાની રાખવા, આશ્રયોની અંદર રહેવા અને બિનજરુરી જોખમથી બચવાની સલાહ આપી છે. મંત્રાલય અને અમારા દૂતાવાર છાત્રોના નિયમિત સંપર્કમાં છે.'

સૂમીમાંથી છાત્રોને કાઢવા મોટો પડકાર
યુક્રેનમાં સૂમી ક્ષેત્રમાં સ્થિતિ ઘણી ખરાબ છે. ભારતી વિદેશ મંત્રાલયે કહ્યુ કે, 'મુખ્ય ધ્યાન હવે સૂમી પર છે જે રશિયા સાથે ઉત્તર-પૂર્વ સીમા પર સ્થિત છે. અમે છાત્રોને ત્યાંથી કાઢવ માટે ઘણા વિકલ્પો શોધી રહ્યા છે. પરંતુ મુખ્ય પડકાર ત્યાં ચાલી રહેલ ગોળીબાર, હિંસા અને પરિવહન વિકલ્પોની કમી છે. મને લાગે છે કે પરિવહનથી પણ વધુ, તેમને બહાર કાઢવા માટે સુરક્ષિત રસ્તો હોવો જોઈએ અને તેમને કોઈ જોખમ ન હોવુ જોઈએ. અમે સંભવિત સ્ટ્રાઈકના સંબંધિમાં બધા સંબંધિત પક્ષોના સંપર્કમાં છીએ.' ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યુ કે, 'અમારા માટે સૌથી સારો વિકલ્પ યુદ્ધ વિરામ હશે...જે અમને પોતાના છાત્રોને બહાર કાઢવા માટે સુરક્ષિત રસ્તો આપશે અને આ અંગે અમે રશિયા અને યુક્રેની બંને પક્ષો પર આ રીતના સ્થાનિક યુદ્ધવિરામની અનુમતિ આપવા માટે દ્રઢતા સાથે દબાણ કરી રહ્યા છે. આ હજુ સુધી થયુ નથી પરંતુ અમે આના માટે સતત પ્રયત્ન કરી રહ્યા છીએ.'
-
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત સરકારે ટુકડા ધારામાં મોટા ફેરફાર કર્યા, લઘુત્તમ 10 ગુંઠાનો એકસમાન નિયમ અમલમાં -
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
આજ રાતથી ગુજરાતમાં માવઠાનું જોર વધશે, હવામાનની નવી આગાહી -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી












Click it and Unblock the Notifications
