પાકિસ્તાને ખોટું પગલું ભર્યું તો પરિણામ ભયંકર હશે, ભારતની ચેતવણી
ભારતે પાકિસ્તાનના નેતાઓના યુદ્ધ ભડકાવતા તાજેતરના નિવેદનો પર કડક પ્રતિક્રિયા આપી છે.
ભારતે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો પાકિસ્તાન કોઈપણ પ્રકારની ખોટી હરકત કરશે તો તેના પરિણામો અત્યંત ગંભીર અને પીડાદાયક હશે. ભારતે પાકિસ્તાની નેતાઓને તેમની વાણી પર સંયમ રાખવા પણ જણાવ્યું છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે ગુરુવારે યોજાયેલી સાપ્તાહિક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, પાકિસ્તાનના નેતાઓ સતત ગેરજવાબદાર, યુદ્ધ ભડકાવનારા અને નફરત ફેલાવનારા નિવેદનો આપી રહ્યા છે.
તેમણે આ નિવેદનોને ઇસ્લામાબાદની જૂની યુક્તિ ગણાવી છે, જેનો ઉદ્દેશ્ય ભારત વિરુદ્ધ નફરત ફેલાવવાનો અને પોતાની નિષ્ફળતાઓ પરથી લોકોનું ધ્યાન ભટકાવવાનો છે.
રણધીર જયસ્વાલે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, પાકિસ્તાની નેતૃત્વ તરફથી સતત બેજવાબદાર, યુદ્ધોન્માદી અને નફરત ફેલાવનારી ટિપ્પણીઓ આવી રહી છે. પાકિસ્તાને પોતાની જીભ પર લગામ રાખવી જોઈએ, કારણ કે કોઈ પણ ખોટું પગલું તાજેતરના ઉદાહરણોની જેમ જ પીડાદાયક પરિણામ લાવશે.
છેલ્લા 48 કલાકમાં સિંધુ જળ સંધિના સસ્પેન્શનને લઈને પાકિસ્તાનના ત્રણ મોટા નેતાઓ - વડાપ્રધાન શહબાઝ શરીફ, ભૂતપૂર્વ વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો અને આર્મી ચીફ જનરલ અસીમ મુનીરે ભારત વિરૂદ્ધ ધમકીભર્યા નિવેદનો આપવામાં આવ્યા છે, જેના કારણે બંને દેશો વચ્ચે તણાવ વધુ વધી ગયો છે.
નોંધનીય છે કે આ તણાવ એવા સમયે વધ્યો છે જ્યારે તાજેતરમાં ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ 7 મેના રોજ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકી ઠેકાણાઓ પર કાર્યવાહી શરૂ કરી હતી. 4 દિવસ સુધી ડ્રોન અને મિસાઈલ હુમલાઓ બાદ બંને દેશો 10 મેના રોજ સંઘર્ષવિરામ માટે સંમત થયા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?









Click it and Unblock the Notifications
