મોદી પહોંચ્યા ઉઝબેકિસ્તાન, જાણો બંને દેશો વચ્ચેની રસપ્રદ વાતો
તાશકંદ, 6 જુલાઇ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે આઠ દિવસ માટે પોતાના વિદેશ પ્રવાસના પહેલા પડાવ ઉઝબેકિસ્તાન પહોંચી ગયા છે. સેંટ્રલ એશિયામાં ઉઝબેકિસ્તાનથી ભારતના સંબંધો ખૂબ જ સારા છે. એવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્રેના રાષ્ટ્રપતિ ઇસ્લામ કરીમોવથી બંને દેશોના સંબંધોને સારા બનાવવા માટે ઘણા દ્વીપક્ષિય કરારો પર હસ્તાક્ષર કરવામાં આવશે.
ઉઝબેકિસ્તાનમાં 3000થી પણ વધારે ભારતીયો રહે છે. વડાપ્રધાન મોદીનો ઉઝબેકિસ્તાન પ્રવાસ ઘણો મહત્વનો છે. આવામાં આપે બંને દેશોની વચ્ચેના સંબંધો અંગે જાણવું ખૂબ જ જરૂરી છે.
આવો જાણીએ કે બંને દેશો વચ્ચે જોડાયેલ મહત્વપૂર્ણ તથ્યો...

1.
ભારતમાં મુગલ વંશનો પાયો નાખનાર બાબર ઉઝબેકિસ્તાનથી જ આવ્યો હતો.

2.
ભારતીય સિનેમાને ઉઝબેકિસ્તાનમાં ખૂબ જ લોકપ્રિયતા પ્રાપ્ત છે અને અત્રેની ફિલ્મોને ખૂબ જ જોવામાં આવે છે.

3.
દેશના પહેલા વડાપ્રધાન નેહરૂએ પહેલીવાર 1955 અને 1961માં ઉઝબેકિસ્તાનનો પ્રવાસ કર્યો હતો.

4.
વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીએ 1966માં ઉઝબેકિસ્તાનનો પ્રવાસ કર્યો હતો અને તાશકંદમાં તેમનું મૃત્યું થયું હતું.

5.
વડાપ્રધાન નરસિંહા રાવે 1993માં ઉઝબેકિસ્તાનનો પ્રવાસ કર્યો હતો અને મનમોહન સિંહે 2006માં અત્રેનો પ્રવાસ કર્યો હતો.

6.
ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ કરિમોવે ભારતનો પ્રવાસનો પ્રવાસ 1994, 2000, 2005માં પ્રવાસ કર્યો હતો જ્યારે 2011માં છેલ્લે તેમણે ભારતનો પ્રવાસ કર્યો હતો.

7.
ભારત અને ઉઝબેકિસ્તાનની વચ્ચે વ્યાપાર, રોકાણ, ઉદ્યોગ, શિક્ષણ, હવાઇ યાત્રા, વિજ્ઞાન અને ટેકનિક સહિત ઘણા ક્ષેત્રમાં દ્વીપક્ષિય કરાર છે.

8.
ઉઝબેકિસ્તાનના 6 સંસ્થાન ભારતીય ભાષાઓમાં શિક્ષણ આપે છે.

9.
ઉઝબેક રેડિયોએ હિન્દી ચેનલના રૂપમાં 2012માં 50 વર્ષ પૂરા કર્યા છે.

10.
ઉઝબેક ટીવીએ એકવાર કરતા વધારે રામાયણ અને મહાભારત કાર્યક્રમનું પ્રદર્શન કર્યું છે.

11.
2011-12માં ઉઝબેકિસ્તાને ભારતના યૂએનમાં અસ્થાઇ સભ્યતાને પોતાનું સમર્થન આપ્યું હતું. એટલું જ નહીં ભારત યૂએનએસસીમાં સ્થાઇ બેઠક આપવાને પણ ઉઝબેકિસ્તાને સાર્વજનિક રીતે સમર્થન આપ્યું છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
