જાપાન સાથે ભારતની નજદીકીઓ જોઇને ચીડાયું ચીન
પેઇચિંગ, 29 મે : ભારત અને જાપાનની વચ્ચે સંબંધો સારા થતા જોઇને ચીન ચીડાઇ ગયું છે. એક ચીની અખબારે જણાવ્યું કે ઇન્ડિયા માટે બુદ્ધિમાની એ જ છે કે તે ચીનની સાથે પોતાના વિવાદોને 'ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય ઉશ્કેરણી'થી પ્રભાવિત થયા વગર શાંતિપૂર્ણ રીતે પતાવે.
ઉલ્લેખનીય છે કે પીએમ મનમોહન સિંહના ટોકિયો પ્રવાસમાં બંને દેશોની વચ્ચે રક્ષા સમજુતી થવાની આશા છે. ચીન અને જાપાનની વચ્ચે સમુદ્રી વિવાદ છે અને બંને દેશોની વચ્ચે વર્તમાનમાં પૂર્વી ચીન સાગરમાં વિવાદિત દ્વીપોને લઇને વાટા-ઘાટો થઇ રહી છે. આનાથી ખીજાયેલી ચીનની સત્તારૂઢ કમ્યુનિસ્ટ પાર્ટીના મુખપત્ર 'ધી પીપલ્સ ડેલી'એ મંગળવારે જાપાની રાજનેતાઓની ટીકા કરી.
સમાચાર પત્રમાં 'સંબંધો એટલા ખરાબ નથી' હેડિંગવાળા લેખમાં કહેવાયું છે કે, 'ચીની પીએમની યાત્રા પહેલા બંને દેશોની વચ્ચે સીમા વિવાદને આંતરાષ્ટ્રીય મીડિયાએ વધારી ચડાવીને રજૂ કર્યો. એવું લાગ્યું જાણે ચીન-ભારતના સંબંધ અચાનક જ તણાવપૂર્ણ થઇ ગયા હોય. પરંતુ મીડિયાને એટલું આશ્ચર્યચકિત કરી દીધું કે ચીન અને ભારતે થોડા સમયમાં જ સમસ્યાનો ઉચિત ઉકેલ નીકાળી લીધો.' અખબાર અનુસાર ચીન-ભારત સંબંધોમાં ઘણા મતભેદ અને વિરોધાભાસ છે. કેટલાક દેશો આ મતભેદોને તિરાડ વધારે કરવાની તક તરીકે જુએ છે.

જાપાની પીએમને કહ્યા ચોર
જાપાનના પીએમ શિંજો એબેએ અપીલ કરી હતી કે ચીન સાથે મુકાબલો કરવા માટે જાપાન, ઇન્ડિયા, ઓસ્ટ્રેલિયા અને અમેરિકાને મળીને એક ડેમોક્રેટિક સિક્યુરિટી ડાયમંડ બનાવવું જોઇએ. આ નિવેદનનો હવાલો આપતા અખબારે લખ્યું છે કે 'કેટલાંક રાજનેતા ચીન સાથે જોડાયેલ મુદ્દાઓ પર પોતાને તુચ્છ ચોર સાબિત કરી રહ્યા છે.' અખબાર અનુસાર આ ચોરોનું આ કાવતરું સફળ થવાનું નથી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
