Grammy Awards 2023 : ગ્રેમી એવોર્ડમાં ફરી ભારતનો દબદબો, રિકી કેઝે જીત્યો ત્રીજો એવોર્ડ
Grammy Awards 2023 : ભારતીય સંગીતકાર રિકી કેજે ફરી એકવાર ગ્રેમી એવોર્ડ્સ 2023માં ભારતને ગૌરવ અપાવ્યું છે. રિકી કેજે ત્રીજી વખત ગ્રેમી એવોર્ડ જીત્યો છે.
Grammy Awards 2023 : વર્ષ 2023નો મોસ્ટ અવેઇટેડ મ્યુઝિક એવોર્ડ કાર્યક્રમ ગ્રેમી એવોર્ડ્સમાં ફરી એકવાર ભારતે બાજી મારી છે. બેંગ્લોરના રહેવાસી અને સંગીતકાર રિકી કેઝે પોતાનો ત્રીજો ગ્રેમી એવોર્ડ જીત્યો છે. રિકીએ તેમના આલ્બમ ડિવાઇન ટાઇડ્સ માટે આ એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા છે.

રિકી કેજે જીત્યો એવોર્ડ
અમેરિકન મૂળના સંગીતકારે પ્રખ્યાત બ્રિટિશ રોક બેન્ડ ધ પોલીસના ડ્રમર સ્ટુઅર્ટ કોપલેન્ડ સાથે એવોર્ડ શેર કર્યો હતો. સંજોગોવશાત્,સ્ટુઅર્ટ કોપલેન્ડે આ આલ્બમમાં રિકી સાથે કોલબ્રેટ કર્યો હતો. 65મા ગ્રેમી એવોર્ડ્સમાં, બંનેએ શ્રેષ્ઠ ઇમર્સિવ ઓડિયો આલ્બમ કેટેગરીમાંગ્રામોફોન ટ્રોફી જીતી હતી.

આ વર્ષે પ્રથમ એવોર્ડ જીત્યો
જાણીતા સંગીતકાર રિકી કેજે વર્ષ 2015માં તેમના આલ્બમ 'વિન્ડ્સ ઓફ સમસારા' માટે પ્રથમ વખત આ એવોર્ડ જીત્યો હતો. 2015 માં આસન્માન મેળવ્યા પછી, રિકીને ફરી એકવાર વર્ષ 2022 માં 'ડિવાઇન ટાઇડ્સ' આલ્બમ માટે 'બેસ્ટ ન્યૂ એજ આલ્બમ'ની કેટેગરીમાં સ્ટુઅર્ટકોપલેન્ડ સાથે ગ્રેમી એવોર્ડ મળ્યો હતો.
|
કોણ છે રિકી કેજ?
રિકી કેજે તેની સમગ્ર કારકિર્દી દરમિયાન યુનાઈટેડ નેશન્સ હેડક્વાર્ટર સહિત અનેક પ્રતિષ્ઠિત સ્થળો પર પ્રદર્શન કર્યું છે. અહેવાલો અનુસાર,રિકીએ વિશ્વના 30 દેશોમાં કુલ 100 સંગીત એવોર્ડ જીત્યા છે.
રિકીને તેના કામ માટે યુનાઈટેડ નેશન્સ ગ્લોબલ હ્યુમેનિટેરિયન આર્ટિસ્ટ અનેભારતના યુથ આઈકન માટે નામાંકિત કરવામાં આવ્યા છે. વર્ષ 2021માં રિલીઝ થયેલા તેમના લોકપ્રિય આલ્બમ 'ડિવાઇન ટાઈડ્સ'માં નવગીતો અને આઠ મ્યુઝિક વીડિયોનો સમાવેશ થાય છે.
|
કંગના રનૌતે પાઠવ્યા અભિનંદન
રિકી કેજની સફળતા પર દરેક ભારતીયને ગર્વ છે. બોલીવુડમાં પણ ઘણા સેલેબ્સ છે, જેઓ તેને અભિનંદન આપી રહ્યા છે. હાલમાં જબોલીવુડની ક્વીન કંગના રનૌતે રિકી કેજને અભિનંદન આપતા ટ્વીટ કર્યું છે. કંગના રનૌતે ટ્વીટ કરતા લખ્યું હતું કે, અભિનંદન સર.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
