India-China border: ચીને કહ્યુ - ગલવાન ઘાટી હંમેશાથી અમારો હિસ્સો, ભારત સાચા રસ્તે આવીને વાત કરે

ચીને ભારત સાથે લાઈન ઑફ એક્ચ્યુએલ કંટ્રોલ(એલએસી) પર ચાલી રહેલ તણાવ વચ્ચે જ ગલવાન ઘાટી પર મોટુ નિવેદન આપ્યુ છે.

ચીને ભારત સાથે લાઈન ઑફ એક્ચ્યુએલ કંટ્રોલ(એલએસી) પર ચાલી રહેલ તણાવ વચ્ચે જ ગલવાન ઘાટી પર મોટુ નિવેદન આપ્યુ છે. ચીનના વિદેશ મંત્રાલય તરફથી કહેવામાં આવ્યુ છે કે ગલવાન ઘાટીનો વિસ્તાર ચીનની સંપ્રભુતા હેઠળ આવે છે. આ સાથે જ ચીને ભારતને ચેતવણી આપી છે કે તે યોગ્ય રસ્તો આવીને આ મુદ્દાને ઉકેલે.

china

ભારતીય જવાનો પર લગાવ્યા આરોપ

ચીની વિદેશ મંત્રાલયના પ્રવકતા ઝાઓ લિજિયાને બુધવારે પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યુ કે, 'ગલવાન ઘાટી હંમેશાથી ચીનની સંપ્રભુતામાં આવતુ હતુ. ભારતની સીમા પર તૈનાત જવાનોએ તેમાં ઉલટફેર કરી છે અને અમારા બૉર્ડર પ્રોટોકૉલ્સનુ ગંભીર ઉલ્લંઘન કર્યુ છે જે સીમા સાથે જોડાયેલ મુદ્દાઓ પર છે અને જેના પર અમે કમાંડર લેવલની વાતચીત દરમિયાન નિષ્કર્ષ પર પહોંચ્યા હતા. તેમણે આગળ કહ્યુ, અમે ભારતને કહીશુ કે તે પોતાના જવાનોને ગંભીરતા સાથે અનુશાસનમાં રહેવા માટે કહે, પહેલા બાધાઓ નાખતી અને ભડકાઉ ગતિવિધિઓ બંધ કરે, ચીન સાથે આવે અને સાચા રસ્તે પાછા આવીને આ મુદ્દાને વાતચીત દ્વારા ઉક્લે.'

મંગળવારે પણ આપી હતી ચેતવણી

મંગળવારે પણ ચીની વિદેશ મંત્રાલય તરફથી આક્રમક રીતે ગલવાનમાં થયેલી ઘટના પર પ્રતિક્રિયા આપવામાં આવી. ચીનના વિદેશ મંત્રાલયને પૂછવામાં આવ્યુ કે ચીની જવાનો સાથે થયેલી અથડામણમાં ભારતીય સેનાને નુકશાન ઉઠાવવુ પડ્યુ છે. આના પર વિદેશ મંત્રાલયના પ્રવકતાએ ભારતને ચેતવણી આપી કે તે આ મુદ્દાને વધુ ન ઉલઝાવે અને ના કોઈ પ્રકારની એકપક્ષીય કાર્યવાહી કરે. પ્રવકતા ઝાઓ લિજિયાને કહ્યુ, 'ચીને ભારતની સામે ગંભીર અભિવેદન કર્યુ અને વિરોધ નોંધાવ્યો છે. અમે કડકાઈ સાથે ભારત પાસે માંગ કરીએ છીએ કે તે યોગ્ય સમજૂતીનુ પાલન કરે અને પોતાના ફ્રંટલાઈન જવાનોને સંયમિત રાખે. તેમણે કોઈ પણ સંજોગોમાં સીમા રેખા પાર ન કરવી જોઈએ.'

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X