Israel-Hamas war: ઇઝરાયેલે લીધો બદલો, હમાસ ઇન્ટેલિજન્સ ચીફનું ઘર ઉડાવ્યું, જુઓ વીડિયો
Israel-Hamas war: હમાસના એટેકના જવાબમાં ઇઝરાયેલની સેનાએ હમાસ સામે કાર્યવાહી કરી છે. ઇઝરાયેલે હમાસ આતંકી સમુહ અને ફિલિસ્તીન ઇસ્લામિક જિહાદના હુમલા માટે જવાબદાર ગણાવ્યા છે.
હવે ઇઝરાયેલ હમાસ સાથે આરપારની લડાઇ લડવા તૈયાર છે. ઇઝરાયેલે જણાવ્યું હતું કે, હમાસના આતંકી અને ઘુષણખોરોને માફ નહીં, પણ સાફ કરવામાં આવશે.

ઇઝરાયલના સંરક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે, હમાસે ગંભીર ભૂલ કરી છે, તેમણે ઇઝરાયેલ વિરુદ્ધ યુદ્ધ શરૂ કરી દીધું છે. IDF સૈનિકો ઘૂસણખોરીના દરેક તબક્કે દુશ્મનો સામે લડી રહ્યા છે. હું તમામ નાગરિકોને હોમ ફ્રન્ટ કમાન્ડની સુરક્ષા સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરું છું. ઇઝરાયેલ આ યુદ્ધ જીતશે.
હમાસ ઈન્ટેલિજન્સ ચીફના ઘર પર હવાઈ હુમલો - બીજી તરફ ઈઝરાયેલની સેનાએ હમાસના ઈન્ટેલિજન્સ ચીફના ઘર પર હવાઈ હુમલો કર્યો છે. ઇઝરાયેલના ફાઈટર જેટે ગાઝામાં હમાસના ઈન્ટેલિજન્સ ચીફના ઘર પર બોમ્બમારો કર્યો છે. ઇઝરાયેલની સેના દ્વારા જાહેર કરવામાં આવેલા વીડિયોમાં એર સ્ટ્રાઈક બાદ ઈમારતમાં વિસ્ફોટ થતો જોવા મળી રહ્યો છે.
આતંકવાદીઓના ઠેકાણાઓને નષ્ટ કર્યા - હમાસ દ્વારા કરવામાં આવેલા હુમલાનો ઇઝરાયેલની સેના કેવો જડબાતોડ જવાબ આપી રહી છે, તે દર્શાવતો એક વીડિયો જાહેર કરવામાં આવ્યો છે. ગાઝા પર થયેલા હવાઈ હુમલાના વીડિયોમાં તમે જોઈ શકો છો કે, કેવી રીતે ઇઝરાયેલની સેના હમાસના આતંકવાદીઓના ઠેકાણાઓને નષ્ટ કરી રહી છે. એકલા ગાઝામાં જ 232થી વધુ લોકો માર્યા ગયા છે, જ્યારે ઇઝરાયેલી સેનાની જવાબી કાર્યવાહીમાં 1700થી વધુ લોકો ઘાયલ થયા છે.
A short while ago, IAF fighter jets struck a compound belonging to the head of the intelligence department in the Hamas terrorist organization.
— Israeli Air Force (@IAFsite) October 8, 2023
The IAF is currently continuing to strike terror targets in the Gaza Strip. pic.twitter.com/uSHsXGFNzz
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
