પાકિસ્તાનમાં ઈમરાન ખાનની સરકાર પડી, શાહબાઝ શરીફ બનશે PM
પાકિસ્તાનમાં એક મોટો રાજકીય ફેરબદલ થયો છે, જ્યાં વિપક્ષે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ નેશનલ એસેમ્બલી (સંસદ) માં અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી હતી. જેના પર મોડી રાત્રે મતદાન થયું હતું.
ઇસ્લામાબાદ, 10 એપ્રીલ : પાકિસ્તાનમાં એક મોટો રાજકીય ફેરબદલ થયો છે, જ્યાં વિપક્ષે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ નેશનલ એસેમ્બલી (સંસદ) માં અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી હતી. જેના પર મોડી રાત્રે મતદાન થયું હતું. આ વોટિંગમાં વિપક્ષને 174 વોટ મળ્યા, જે બાદ ઈમરાન ખાનની સરકાર પડી ગઈ હતી. હવે શાહબાઝ શરીફ પાકિસ્તાનના નવા વડાપ્રધાન બનશે. વિપક્ષી દળો તેમને રવિવાર અથવા સોમવારના રોજ શપથ ગ્રહણ કરાવવાની તૈયારી કરી રહ્યા છે. આ માટે રવિવારની બપોરે મહત્વની બેઠક બોલાવવામાં આવી છે.

સ્પીકર અને ડેપ્યુટી સ્પીકરે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું
આવા સમયે ઈમરાન ખાન અને તેમની પાર્ટીએ અવિશ્વાસ પ્રસ્તાવને રોકવા માટે એક મોટું નાટક કર્યું હતું. પહેલા તો સ્પીકરે અવિશ્વાસ પ્રસ્તાવ પર વોટિંગ ન થવા દીધું હતું, જે બાદ ઈમરાને સુપ્રીમ કોર્ટમાં રિવ્યુ પિટિશન દાખલ કરી હતી. સ્પીકર સતત વોટિંગ સ્થગિત કરી રહ્યા હતા, જેના કારણે પાકિસ્તાનના ચીફ જસ્ટિસે રાત્રે 12 વાગ્યા સુધીમાં કોર્ટ ખોલવાનો આદેશ આપ્યો હતો. આ સાથે સમાચાર આવ્યા કે, જો રાત્રે 12 વાગ્યા પહેલા વોટિંગ નહીં થાય તો સુપ્રીમ કોર્ટ ઈમરાન ખાન, સ્પીકર અસદ કૈસર અને ડેપ્યુટી સ્પીકરની ધરપકડનો આદેશ આપી શકે છે. આ પછી સ્પીકર અને ડેપ્યુટી સ્પીકરે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું.
સરકાર જતા પહેલા જ ઈમરાન વડાપ્રધાનના નિવાસસ્થાનેથી નીકળી ગયા
જેના પર પણ વિપક્ષે હાર ન માની, તેઓએ નેશનલ એસેમ્બલીમાં PMLN સાંસદને સ્પીકરનો હવાલો આપી દીધો હતો. જે બાદ અવિશ્વાસ પ્રસ્તાવ આવ્યો અને તેના પર મતદાન શરૂ થયું હતું. વોટિંગ પહેલા ઈમરાન ખાને પોતાના સાંસદો સાથે ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું. અવિશ્વાસ પ્રસ્તાવ પર વોટિંગ દરમિયાન ઈમરાન વિરુદ્ધ 174 વોટ પડ્યા હતા, જે બાદ તેમની સરકાર પડી ગઈ હતી. આવા સમયે, સરકાર જતા પહેલા જ ઈમરાન વડાપ્રધાનના નિવાસસ્થાનેથી નીકળી ગયા હતા. હવે તે પોતાના ખાનગી આવાસમાં રહે છે.
ઈસ્લામાબાદમાં હાઈ એલર્ટ
આવા સમયે ઇસ્લામાબાદમાં હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. આ સાથે ત્યાં જનારા તમામ રસ્તાઓ પણ બંધ કરી દેવામાં આવ્યા હતા. નેશનલ એસેમ્બલીમાં વોટિંગ ચાલી રહ્યું હતું, ત્યારે ઈમરાનની પાર્ટીના કાર્યકર્તાઓએ સંસદની બહાર વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધું હતું.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
