Hurricane Milton : અમેરિકા પર ત્રાટકવા જઈ રહેલુ દુનિયાનું સૌથી મોટુ તોફાન મિલ્ટન કેટલુ ખતરનાક? જાણો કેટલો વિના
Hurricane Milton : અમેરિકા પર મોટા તોફાનનો ખતરો મંડરાઈ રહ્યો છે. એટલાન્ટિક મહાસાગર સર્જાયેલુ હરિકેન મિલ્ટન ઝડપથી અમેરિકા ફ્લોરિડા તરફ આગળ વધી રહ્યુ છે.
મિલ્ટન તોફાન અમેરિકાના ઈતિહાસનું ચોથું સૌથી ખતરનાક તોફાન બન્યુ છે અને એટલાન્ટિક મહાસાગરમાં ત્રીજું સૌથી ઝડપથી બદલાતું તોફાન છે. આ તોફાન ઝડપથી કિનારા તરફ આગળ વધી રહ્યું છે.

વૈજ્ઞાનિકો અનુસાર, આ તોફાન પાછળ મેક્સિકોના અખાતમાં વધુ ગરમી જવાબદાર છે. જેના કારણે આ તોફાન 24 કલાકમાં ભયંકર કેટેગરી ફાઈવ હરિકેન બની ગયુ છે.
વાવાઝોડું ફરવાનું શરૂ કરે છે ત્યારે તે આસપાસના સમુદ્ર કે જમીન પરથી ગરમી અને વરાળ ખેંચે છે. જેમ જેમ ગરમી અને ભેજ વધે છે તેમ તેમ તોફાન ઉગ્ર સ્વરૂપ ધારણ કરે છે.
જાણકારો આ તોફાન પાછળ બ્લોબલ વોર્મિંગને જવાબદાર ગણાવે છે. જેનાથી મેક્સિકોની ખાડીનું તાપમાન ચાર દાયકાથી સતત વધી રહ્યું છે. મેક્સિકોનો અખાત તેની આસપાસના વિસ્તારમાંથી 90 ટકા ગરમી શોષી લે છે. તે ગ્રીનહાઉસ વાયુઓ પણ શોષી લે છે.
છેલ્લા એક વર્ષમાં ગ્લોબલ વોર્મિંગના કારણે તાપમાનમાં 1.62 ડિગ્રી સેલ્સિયસનો વધારો થયો છે. તોફાનોની તાકાત તેની શ્રેણી દ્વારા નક્કી કરવામાં આવે છે. કેટેગરી-1 એટલે કે 119-153 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવન અને વરસાદ હોય છે. કેટેગરી-5 એટલે કે 252 કિલોમીટર પ્રતિ કલાક કે તેથી વધુની ઝડપ ધરાવતા તોફાન હોય છે.
વાવાઝોડું ખૂબ જ ટૂંકા સમયમાં વાવાઝોડામાં ફેરવાય ત્યારે તેને રેપિડ ઇન્ટેન્સિફિકેશન કહેવામાં આવે છે.જો 24 કલાકની અંદર તેની ઝડપ વધીને 56 કિલોમીટર પ્રતિ કલાક થઈ જાય તો વાવાઝોડું એક સાથે બે શ્રેણી વટાવી રહ્યું છે.
મિલ્ટન પણ આવુ જ છે. તે એક ટ્રોપિકલ તોફાન છે અને એક જ દિવસમાં કેટેગરી 5 વાવાઝોડું બની ગયું છે. તેની પવનની ગતિ બમણી થઈ ગઈ છે. જમીન પર તેની અસર દેખાવા લાગી છે. આ તોફાન જેમ જેમ કિનારા તરફ આગળ વધતે તેમ તેમ વધારે વિનાસ વેરશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
