HMVP virus : ચીનમાં ફેલાઈ રહ્યો છે કોરોના જેવો જ વાયરસ, જાણો દુનિયા માટે કેટલો ખતરનાક?
HMPV Virus : દુનિયાને કોરોના જેવો જીવલેણ વાયરસ આપીને લાખો લોકોના જીવ લેનારા ચીનમાં હાલ વધુ એક વાયરસ ફેલાઈ રહ્યો છે. આ વાયરસ દુનિયા માટે ખતરો બની શકે છે.
અહેવાલો અનુસાર, ચીનમાં એક વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. અહીંં લોકોને હલકી ઉધરસ બાદ તપાસમાં આ વાયરસના પુરાવા મળી રહ્યાં છે. આના ઘણા વીડિયો પણ સામે આવ્યા છે.

આ વાયરલ થઈ રહેલા વીડિયોમાં લોકોની ભીડ દેખાઈ રહી છે. ચીનની હોસ્પિટલોમાં હ્યુમન મેટાપ્યુમોવાયરસ (HMPV) વાયરસના કેસ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે.
સોશિયલ મીડિયામાં દાવો કરાઈ રહ્યો છે કે HMPV, ઈન્ફલ્યુએન્ઝા A, માયકોપ્લાઝ્મા ન્યુમોનિયા અને COVID-19 ના કારણે ચીનની હોસ્પિટલો અને કબ્રસ્તાનમાં ભીડ જોવા મળી રહી છે.
આ પોસ્ટથી લોકોમાં કોરોના જેવી મહામારીનો ડર ફેલાઈ રહ્યો છે. જો કે આ દાવાઓ બાદ કોઈ વિશ્વસનીય સ્ત્રોતે કોઈ નવા રોગચાળાની પુષ્ટિ કરી નથી. ચાઈનીઝ હેલ્થ ઓથોરિટી અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને HMPV સંબંધિત કોઈ કટોકટી જાહેર કરી નથી.
HMPV વાયરસ શું છે?
હ્યુમન મેટાપ્યુમો વાયરસને HMPV વાયરસ કહેવામાં આવે છે. તે વાયરસના પરિવારમાંથી આવે છે જે ન્યુમોનિયાનું કારણ બને છે. 2001 માં નેધરલેન્ડના સંશોધકો દ્વારા તેની શોધ કરવામાં આવી હતી અને ત્યારબાદ તેને આ નામ આપવામાં આવ્યું.
HMPV સામાન્ય રીતે ચેપગ્રસ્ત લોકોના નજીકના સંપર્ક દ્વારા ઉધરસ અથવા છીંક મારવાથી અથવા દરવાજાના હેન્ડલ્સ જેવી દૂષિત સપાટીને સ્પર્શ કરવાથી ફેલાય છે.
આ વાયરસ શિયાળા અને વસંતના મહિનાઓમાં વારંવાર ફેલાય છે, જે અન્ય શ્વસન ચેપ જેમ કે રેસ્પિરેટરી સિન્સીટીયલ વાયરસ અને ફ્લૂના ફેલાવા સાથે એકરુપ છે.
લક્ષણો અલગ-અલગ હોઈ શકે છે, પરંતુ ઘણીવાર ઉધરસ, તાવ, વહેતું નાક, ગળામાં દુખાવો, ઘરઘરાટી અને શ્વાસ લેવામાં તકલીફ સામેલ છે.
HMPV વાયરસના શરૂઆતના લક્ષણો
આ ચેપના સંપર્કમાં આવ્યાના 3 થી 6 દિવસમાં શરદી જેવા સામાન્ય અને હળવા લક્ષણો દેખાય છે. કેટલીકવાર આ ગંભીર સ્વરૂપ લે છે અને તેમાં બ્રોન્કાઇટિસ અને ન્યુમોનિયાનો પણ થઈ શકે છે. ફેફસાંમાં પાણી ભરાય ત્યારે ન્યુમોનિયા થાય છે. આમાં ઉધરસ, તાવ, નાક ભીડ અને શ્વાસ લેવામાં તકલીફનો સમાવેશ થાય છે.
HMPV વાયરસનો હાલ કોઈ ઈલાજ નથી. તેના લક્ષણોથી ઓળખી શકાય છે. આવા રોગોમાં નિવારણ સૌથી મહત્વપૂર્ણ બની જાય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
