Video: સંગીત સંભળાવતી વખતે મોઢામાં ફસાયુ માઉથ ઑર્ગન, બોલી મે ખોટુ કર્યુ હવે...

પોતાના પરિવારનું મનોરંજન કરવા માટે લોકો ખબર નહિ કેવા આઈડિયા અપનાવે છે પરંતુ દર વખતે તે સાચા હોય એવુ જરૂરી નથી. કંઈ આવુ જ કેનેડામાં રહેતી એક ટિક-ટૉક યુઝર સાથે થયુ છે.

પોતાના પરિવારનું મનોરંજન કરવા માટે લોકો ખબર નહિ કેવા આઈડિયા અપનાવે છે પરંતુ દર વખતે તે સાચા હોય એવુ જરૂરી નથી. કંઈ આવુ જ કેનેડામાં રહેતી એક ટિક-ટૉક યુઝર સાથે થયુ છે. તે પોતાના પિતરાઈ ભાઈને ખુશ કરવા માટે માઉથ ઑર્ગનથી તેને સંગીત સંભળાવી રહી હતી પરંતુ કંઈક ઉલટુ જ થઈ ગયુ અને તે પોતને હોસ્પિટલ પહોંચી ગઈ. આ માઉથ ઑર્ગન તે યુવતીના મોઢામાં ફસાઈ ગયુ.

માઉથ ઑર્ગન મોઢામાં ઘણી વાર સુધી ફસાયેલુ રહ્યુ

માઉથ ઑર્ગન મોઢામાં ઘણી વાર સુધી ફસાયેલુ રહ્યુ

મોલી ઓ બ્રાયન નામની આ છોકરીના મોઢામાં માઉથ ઑર્ગન કાઢવાની ઘણી કોશિશ કરવામાં આવી પરંતુ તે નીકળી શક્યુ નહિ. માઉથ ઑર્ગન તેના મોઢામાં ઘણી વાર સુધી ફસાયેલુ રહ્યુ અને આ દરમિયાન તેને ખૂબ પીડા થઈ. તેને શ્વાસ લેવા દરમિયાન પણ સંગીતના અવાજો આવવા લાગ્યા. બાદમાં તેને હોસ્પિટલ લઈ જવામાં આવી. જ્યાં દાંતના ડૉક્ટરેના ઉપકરણોની મદદથી તેના જડબાને ફેલાવીને તેમાંથી માઉથ ઑર્ગન કાઢવામાં આવ્યુ.

ટિક-ટૉક વીડિયો વાયરલ

મોલીએ આનો ટિક-ટૉક વીડિયો પણ બનાવ્યો હતો જેના પર લોકો અલગ અલગ રીતની પ્રતિક્રિયા આપી રહ્યા છે. વીડિયોને 1.7 મિલિયન વ્યૂઝ મળ્યા છે. એક યુઝરે લખ્યુ, ‘તમે ઘણો તણાવ અનુભવા રહ્યો હશે. મને લાગે છે કે તારા માટે લાંબા શ્વાસ લેવાનુ વધુ સારુ રહેશે. મોલીએ કહ્યુ, મે ખોટુ કર્યુ, મને આના પર પસ્તાવો છે જે મે કર્યુ અને તમને નવાઈ લાગશે કે આ શું છે. મે આખુ માઉથ ઑર્ગન પોતાના મોઢામાં લગાવી દીધુ જે ફસાઈ ગયુ.'

માઉથ ઑર્ગનથી અવાજ આવી રહ્યો હતો

એક ઈન્ટરવ્યુમાં મોલીએ કહ્યુ કે તે જ્યારે પણ શ્વાસ લઈ રહી હતી તો માઉથ ઑર્ગથી અવાજ આવી રહ્યો હતો. અડધા કલાક બાદ તેને ઘણી પીડા થવા લાગી. આ એક વીડિયોથી મોલીના ફોલોઅર્સની સંખ્યા થોડાક જ દિવસોમાં 26 હજારથી વધુ થઈ ગઈ છે. મોલીએ પરિવારની મદદ માંગતા પહેલા આ વીડિયો બનાવ્યો હતો. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X