કુલભૂષણ જાધવને ફાંસીના તખ્તાથી બચાવનાર વકીલ કોણ છે જાણો
દેશના સૌથી મોંધા વકીલ હરીશ સાલ્વે જે એક દિવસના 30 લાખ રૂપિયા લે છે તેમના હાથમાં સોંપ્યો હતો કૂલભૂષણ જાધવનો કેસ.
આજે નેધરલેન્ડની રાજધાની હેગમાં સ્થિત આંતરાષ્ટ્રીય કોર્ટ ઓફ જસ્ટિસ એટલે કે આઇસીજેમાં કુલભૂષણ જાધવના કેસમાં સુનવણી કરી હતી. જેમાં તેમણે કુલભૂષણ જાધવની ફાંસીની સજા પર રોક લગાવી હતી. આ કેસની સુનવણી માટે ભારત અને પાકિસ્તાનના જાણીતા વકીલ આ સમયે એક બીજાની સામે હતા. જેમાં ભારત તરફથી કૂલભૂષણ જાધવનો કેસ હરીશ સાલ્વે લડી રહ્યા હતા. સાલ્વેએ આઇસીજેમાં જાધવના બચાવમાં સાફ કહ્યું કે પાકિસ્તાને જાધવને મોતની સજા સંભળાવીને માનવ અધિકારીનું ઉલ્લંધન કર્યું છે. સાલ્વેની વકાલતે જ એક રીતે જાધવના પ્રાણ બચાવ્યા છે. ત્યારે ભારતનો આ જાણીતો વકીલ ખાલી હાઇ પ્રોફાઇલ કેસ જ લડે છે. સૌથી પહેલા તેમણે મુકેશ અંબાણી અને અનિલ અંબાણીના કેસમાં જીત મેળવી નામના મેળવી હતી. આ માટે તે દિવસોમાં તે એક દિવસની 30 લાખ રૂપિયા ફી ચાર્જ કરતા હતા.

તેમણે મુકેશ અંબાણી માટે કેસ લડ્યો હતો અને જીત્યો પણ હતો. તો સામે પક્ષે ભાઇ અનિલ અંબાણીએ ભારતના જાણીતા વકીલ રામ જેઠમલાણીને હાયર કર્યા હતા. જેમને હાર આપી સાલ્વેએ આ કેસ જીત્યો હતો. એટલું જ નહીં તેમણે રતન ટાટાથી લઇને વોડાફોન માટે પણ કેસ લડ્યા છે. સાથે જ સલમાન ખાનના કેસમાં પણ તેમણે સલમાન ખાનને જેલ જતો બચાવ્યો હતો. જો કે કુલભૂષણ જાધવના કેસમાં સાલ્વેએ ખાલી 1 રૂપિયા લઇને જ કેસ લડ્યો હતો. એટલું જ નહીં ભારતીય નાગરિકને બચાવવા માટે સરકાર તરફથી લેવામાં આવી રહેલા સતર્ક પગલા માટે તેમણે સરકારનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. વધુમાં વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે પણ ટ્વિટ કરીને સાલ્વેનો આભાર માન્યો હતો.
{promotion-urls}
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
