Russia- Ukraine War: પુતિનના કુકર્મોનું ફળ રશિયન બેંકોને મળશે- 10 પોઈન્ટમાં જાણો મસગ્ર મામલો
Russia- Ukraine War: પુતિનના કુકર્મોનું ફળ રશિયન બેંકોને મળશે- 10 પોઈન્ટમાં જાણો મસગ્ર મામલો
યુક્રેનની રાજધાની કીવમાં રસિયાન હુમલાને નાકામ કરવાના યુક્રેની સરકારના દાવા બાદ રશિયાએ સેનાને રાજધાની પર ચારોતરફથી હુમલો કરવાનો કથિત આદેશ આપ્યો છે. યુક્રેની સેનાએ દાવો કર્યો કે તેમણે કીવ પર હુમલો કરવાના રશિયન સેનાના પ્રયાસને નાકામ કરી દીધો છે. પરંતુ રાજધાનીમાં તોડફોડ કરનારા અને નુકસાન પહોંચાડનારા તત્વો ઘૂસી આવ્યા છે.

મામલા સાથે જોડાયેલી મહત્વની જાણકારીઓ
- રશિયન સેનાએ શનિવારે ત્રીજા દિવસે પણ યૂક્રેનના કેટલાય શહેરો પર આર્ટિલરી અને ક્રૂઝ મિસાઈલો દાગી, પરંતુ યૂક્રેનના પ્રેસિડેન્ટ વલોડિમિર જેલેંસ્કીએ કહ્યું કે રાજધાની કીવ યૂક્રેનના હાથોમાં જ છે.
- સમાચાર એજન્સી એએફપીએ સૈનિકોના હવાલાથી જણાવ્યું કે શહેરના કેન્દ્રના ઉત્તર-પશ્ચિમમાં એક ક્ષેત્રમાં તોપ અને ગ્રેડ મિસાઈલો દાગવા અને વિસ્ફોટનો અવાજ શનિવારે સવારે કીવમાં સંભળાયો.
- રાજધાની કીવમાં કર્ફ્યૂ સખ્ત કરી દીધું છે. કર્ફ્યૂ તોડનાર દરેક વ્યક્તિ પર દુશ્મનની જેમ કાર્યવાહી કરવાના સેનાએ નિર્દેશ આપ્યા છે. જર્મનીએ યુક્રેનને રોકેટ લોન્ચરની આપૂર્તિ કરવાનો ફેસલો કર્યો છે. જ્યારે અમેરિકાએ યુક્રેનને પહેલેથી જ 35 કરોડ ડોલરની સૈન્ય મદદ કરવાનું એલાન કર્યું છે.
- જર્મની અને તેના પશ્ચિમી સહયોગી દેશ રશિયાને SWIFT ગ્લોબલ પેમેન્ટ સિસ્ટમથી બહાર કરવા પર સહમત થઈ ગયા છે. જર્મન સરકારના એક પ્રવક્તાએ શનિવારે યુક્રેન પર રશિયાના આક્રમણને રોકવાના ઉદ્દેશ્યથી લગાવેલા પ્રતિબંધના ત્રીજા હપ્તાનું એલાન કર્યું છે.
- સંયુક્ત રાજ્ય અમેરિકા, ફ્રાંસ, કેનેડા, ઈટલી, ગ્રેટ બ્રિટેન અને યૂરોપીય આયોગ સાથે સહમત પ્રતિબંધોમાં રશિયન કરન્સી રૂબલનું સમર્થન કરવા માટે રશિયાના કેન્દ્રીય બેંકની ક્ષમતાને સીમિત કરવી પણ સામેલ છે. પ્રવક્તાએ કહ્યું, નવા પ્રતિબંધ અમીર રશિયનો અને તેમના પરિવારો માટે "ગોલ્ડન પાસપોર્ટ"ને પણ સમાપ્ત કરી દેશે. તથા રશિયા અને અન્ય જગ્યાએ વ્યક્તિઓ અને સંસ્થાનોને લક્ષિત કરશે જે યુક્રેન વિરુદ્ધ યુદ્ધનું સમર્થન કરે છે.
- જર્મન સરકારના પ્રવક્તાએ કહ્યું, જો રશિયા યુક્રેન પર પોતાના હુમલાઓ સમાપ્ત નહીં કરે તો યૂરોપીય શાંતિ વ્યવસ્થા પર તેની અસર પડી શકે છે માટે દેશોએ વધુ ઉપાયાત્મક પગલાં ઉઠાવવાની ઈચ્છા પર જોર આપ્યું છે.
- યુક્રેનના પ્રેસિડેન્ટ જેલેંસ્કીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરી ચે અને રશિયાના આક્રમણની નિંદા કરવા માટે ભારત દ્વારા UNSCમાં મતદાનથી દૂર રહ્યા બાદ સંયુક્ત રાષ્ટ્રમાં "રાજનૈતિક સમર્થન"ની માંગ કરી છે.
- યુક્રેનના સ્વાસ્થ્ય મંત્રી વિક્ટર લ્યાશકોએ કહ્યું કે રશિયા સાથે થયેલા સંઘર્ષમાં અત્યાર સુધી ત્રણ બાળકો સહિત 198 નાગરિક મૃત્યુ પામ્યા છે જ્યારે 1115 ઘાયલ થયા છે.
- યુક્રેનના પ્રેસિડેન્ટ વલોડિમિર જેલેંસ્કીના એક સલાહકાર ઓલેક્સી એરેસ્ટોવિચે કહ્યું કે યુક્રેન પર મોસ્કોના હુમલામાં અત્યાર સુધી લગભગ 3500 રશિયન સૈનિકો મૃત્યુ પામ્યા છે કાં તો ઘાયલ થયા છે. ઓલેક્સી એરેસ્ટોવિચે કહ્યું, "અમે કીવની આસપાસ દુશ્મનો પર હુમલા કરી રહ્યા છીએ. હાલ આગળ નથી વધી રહ્યા."
- અમેરિકી પ્રેસિડેન્ટ જો બિડેને અમેરિકી વિદેશ વિભાગને શુક્રવારે અમેરિકી ભંડારથી યુક્રેનને વધારાના 350 મિલિયન ડોલરના હથિયાર આપવાનો નિર્દેશ કર્યો છે.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
