તાલિબાનની ધમકીથી ગભરાયુ પાકિસ્તાન, અફઘાનિસ્તાનમાં એરસ્ટ્રાઇકનો કર્યો ઇનકાર
પાકિસ્તાને એવા અહેવાલોને નકારી કાઢ્યા છે કે તાલિબાનની ભયંકર ધમકીઓને પગલે તેની હવાઈ દળે અફઘાનિસ્તાનમાં તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનના સ્થાનોને નિશાન બનાવ્યા છે.
પાકિસ્તાને એવા અહેવાલોને નકારી કાઢ્યા છે કે તાલિબાનની ભયંકર ધમકીઓને પગલે તેની હવાઈ દળે અફઘાનિસ્તાનમાં તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનના સ્થાનોને નિશાન બનાવ્યા છે. પાકિસ્તાની નેતાઓ છેલ્લા એક મહિનાથી તાલિબાનને સતત ધમકી આપી રહ્યા હતા કે પાકિસ્તાની સેના અફઘાનિસ્તાનમાં ઘૂસીને આતંકવાદીઓને નિશાન બનાવશે, પરંતુ તાલિબાનની એક જ ધમકીએ પાકિસ્તાનને ઘૂંટણિયે લાવી દીધુ છે.

એરસ્ટ્રાઇકનો પાકિસ્તાને કર્યો ઇનકાર
ઈસ્લામાબાદે કહ્યું છે કે પાકિસ્તાની વાયુસેનાએ અફઘાનિસ્તાનની અંદર કોઈ કાર્યવાહી કરી નથી અને પાકિસ્તાને એવા અહેવાલોને પાયાવિહોણા ગણાવ્યા છે કે પાકિસ્તાની વાયુસેનાએ અફઘાનિસ્તાનમાં હવાઈ હુમલો કર્યો છે. અફઘાનિસ્તાનના અખબાર હશ્ત-એ-સુભ દૈનિકે સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે પાકિસ્તાને ગઈ કાલે નાંગરહાર પ્રાંતના ગુશ્તા જિલ્લાની આસપાસના સલાલા પાડોશમાં બોમ્બમારો કર્યો હતો. જે બાદ પાકિસ્તાનના વિદેશ કાર્યાલયે અખબારના અહેવાલને "સંપૂર્ણપણે પાયાવિહોણા અને દુર્ભાવનાપૂર્ણ" ગણાવ્યા. પાકિસ્તાની વિદેશ મંત્રાલયે કહ્યું છે કે સોશિયલ મીડિયા પર જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે જૂના વીડિયો છે અને તે એરસ્ટ્રાઈકનો નથી, પરંતુ સૈન્ય અભ્યાસનો છે.

અફઘાન પત્રકારો પર ઢોળ્યુ
પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સે આ ફેક ન્યૂઝને અફઘાન પત્રકારોને જવાબદાર ગણાવ્યા છે અને કહ્યું છે કે અફઘાન પત્રકારોએ આ ફેક ન્યૂઝને તેમના વોટ્સએપ ગ્રુપ્સમાં વ્યાપકપણે શેર કર્યા છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે હવાઈ હુમલામાં ઘણા પાકિસ્તાની આતંકવાદીઓ માર્યા ગયા છે. જો કે, પાકિસ્તાની સુરક્ષા અધિકારીઓ તેમજ અફઘાનિસ્તાનમાં TTP આતંકવાદીઓએ હવાઈ હુમલાના અહેવાલોને નકારી કાઢ્યા હતા. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે 28 નવેમ્બરના રોજ TTPએ પાકિસ્તાન સરકાર સાથે ચાલુ યુદ્ધવિરામ ખતમ કરવાની જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે તેનું સંગઠન સમગ્ર પાકિસ્તાનમાં હુમલા કરશે. ત્યારથી, છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન, પાકિસ્તાનમાં ખાસ કરીને ખૈબર પખ્તુનખ્વા અને બલૂચિસ્તાનમાં આતંકવાદી ઘટનાઓમાં ઝડપથી વધારો થયો છે.

પાકિસ્તાનમાં 100થી વધુ હુમલા
પ્રતિબંધિત સંગઠન TTPએ છેલ્લા એક વર્ષમાં પાકિસ્તાન પર 100થી વધુ હુમલા કર્યા છે, જેમાં 300થી વધુ પાકિસ્તાની સેનાના જવાનો માર્યા ગયા છે. આમાંના મોટાભાગના હુમલા ગયા વર્ષે ઓગસ્ટથી થયા છે, જ્યારે તેમની સરકાર સાથેની શાંતિ વાટાઘાટો અનિર્ણિત સાબિત થઈ હતી. આ હુમલાઓ પછી, પાકિસ્તાનની શહેબાઝ શરીફ સરકારે તાલિબાનને ટીટીપીને રોકવાની સીધી ધમકી આપી હતી અને પાકિસ્તાનના ગૃહ પ્રધાન રાણા સનાઉલ્લાહે કહ્યું હતું કે પાકિસ્તાન અફઘાનિસ્તાનની અંદર ટીટીપીના લક્ષ્યોને નિશાન બનાવશે. પાકિસ્તાનના મંત્રીએ કહ્યું કે, "જ્યારે આ સમસ્યાઓ ઉભી થાય છે, ત્યારે અમે પહેલા અમારા ઈસ્લામિક ભાઈ રાષ્ટ્ર અફઘાનિસ્તાનને આ બેઝ તોડી પાડવા અને આ લોકોને અમને સોંપવા માટે કહીએ છીએ, પરંતુ જો તેમ નહીં થાય તો ઈસ્લામાબાદ આ લક્ષ્યોને નિશાન બનાવશે."

તાલિબાને આપી ડાયરેક્ટ ધમકી
તાલિબાનના પ્રવક્તા ઝબીહુલ્લા મુજાહિદે પોતાના ટ્વિટર હેન્ડલ પર પોસ્ટ કરેલા એક નિવેદનમાં કહ્યું કે, "અફઘાનિસ્તાનની ઈસ્લામિક અમીરાત પાકિસ્તાન સહિત તેના તમામ પડોશી દેશો સાથે શાંતિપૂર્ણ સંબંધો ઈચ્છે છે અને આ લક્ષ્યને હાંસલ કરવા માટે તમામ માધ્યમોમાં વિશ્વાસ રાખે છે." "તે ખેદજનક છે કે પાકિસ્તાની અધિકારીઓ અફઘાનિસ્તાન વિશે 'ખોટા નિવેદનો' આપી રહ્યા છે". 'ઈસ્લામિક અમીરાત' અફઘાનિસ્તાનની ધરતીનો ઉપયોગ પાકિસ્તાન કે અન્ય કોઈ દેશ વિરુદ્ધ ન થાય તે માટે સંપૂર્ણ પ્રયાસ કરી રહી છે. "અમે આ લક્ષ્ય માટે પ્રતિબદ્ધ છીએ, પરંતુ પાકિસ્તાની પક્ષની પણ જવાબદારી છે કે તે પરિસ્થિતિને ઉકેલે, પાયાવિહોણી વાતચીત અને ઉશ્કેરણીજનક વિચારોથી દૂર રહે, કારણ કે આવી વાતચીત અને અવિશ્વાસ બંને પક્ષોના હિતમાં નથી."
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
