Highest Paid Celebrities 2020: Forbes લિસ્ટમાં પહેલા નંબરે કાયલી જેનર, જાણો આવક
ફૉર્બ્ઝની વર્ષ 2020માં સૌથી વધુ કમાણી કરનાર સેલેબ્ઝમાં 23 વર્ષીય કાયલી જેનર પહેલા સ્થાને છે.
Highest Paid Celebrities 2020: દુનિયાના જાણીતા મેગેઝીન ફૉર્બ્ઝે(Forbes) વર્ષ 2020માં સૌથી વધુ કમાણી કરનાર સેલિબ્રિટીઝની લિસ્ટ જારી કરી દીધી છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ લિસ્ટમાં પહેલા નંબરે કોઈ મેલ એક્ટર નહિ પરંતુ અમેરિકાની રિયાલિટી ટીવી સુપરસ્ટાર અને બિઝનેસ ટાયકૂન કાયલી જેનરે કબ્જો કર્યો છે. ફૉર્બ્ઝની વર્ષ 2020માં સૌથી વધુ કમાણી કરનાર સેલેબ્ઝમાં 23 વર્ષીય કાયલી જેનર પહેલા સ્થાને છે. મેગેઝીનના જણાવ્યા મુજબ કાયલી જેનરે આ વર્ષે 590 મિલિયન ડૉલર(40 અબજ રૂપિયા)ની કમાણી કરી.

નથી મળી કોઈ ભારતીય સ્ટારને જગ્યા
તમને જણાવી દઈએ કે ફૉર્બ્ઝ મેગેઝીન દર વર્ષના અંતિમ મહિને એટલે કે ડિસેમ્બરમાં દુનિયાભરમાં એ વર્ષે સૌથી વધુ કમાણી કરનાર સેલેબ્ઝની લિસ્ટ જારી કરે છે. જો કે આ વર્ષે ફૉર્બ્ઝની હાઈએસ્ટ પેઈડ સેલિબ્રિટીમાં કોઈ ભારતીય સ્ટાર શામેલ નથી કરવામાં આવ્યા. વળી, અમેરિકાની રિયાલિટી સુપરસ્ટાર અને કૉસ્મેટિક બિઝનેસ ટાયકૂન કાયલી જેનરે કમાણી મામલે પુરુષ કલાકારોને પણ પછાડી દીધા છે. કાયલી જેનર બાદ આ લિસ્ટમાં જાણીતા અમેરિકન રેપર કાન્યો વેસ્ટ(Kanye West)નુ નામ શામેલ છે.

કાયલી જેનરના જીજા લિસ્ટમાં બીજા નંબરે
કાયલી જેનર અને કાન્યે વેસ્ટ ઉપરાંત ફૉર્બ્ઝના સૌથી વધુ કમાણી કરનાર સેલેબ્ઝવાળા જાણીતા ટેનિસ સ્ટાર રોજર ફેડરર, પોર્ટુગલના સુપરસ્ટાર ફૂટબૉલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને આર્જેન્ટીનાના સુપરસ્ટાર ફૂટબૉલર લિયોનેસ મેસીનુ નામ શામેલ છે. તમને જણાવી દઈએ કે કાન્યે વેસ્ટ, કાયલી જેનરના જીજા છે.એટલે કે કાન્યે વેસ્ટ, કાયલી જેનરની બહેર કિમ કાર્દશિયાંના પતિ છે. કાયલી જેનર અને તેના જીજા કાન્યે વસ્ટે 2020માં સંયુક્ત રીત 6.1 બિલિયન અમેરિકી ડૉલરની કમાણી કરી છે.

4 સેલેબ્ઝની કુલ કમાણીથી પણ વધુ કાયલીની કમાણી
કાયલી જેનરની ચોંકાવનારી કમાણીનો અંદાજ એ વાતથી લગાવી શકાય છે કે ફૉર્બ્ઝની લિસ્ટમાં તેનાથી નીચેના 4 સ્ટાર્સની કમાણી મળીને પણ તે કાયલીની કમાણીથી વધુ નથી થતી. વળી, લિસ્ટમાં બીજા નંબરે કાયલીના જીજી એટલે કે રેપર કેની વેસ્ટે આ વર્ષે 170 મિલિયન ડૉલર્સ એટલે કે લગભગ સાડા 12 અબજની કમાણી કરી છે. તમને જણાવી દઈએ કે કેની વેસ્ટ હાલમાં જ ત્યારે ચર્ચામાં આવ્યા હતા જ્યારે તેમણે અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણી લડવાની ઘોષણા કરી હતી.

ફૉર્બ્ઝની ટૉપ 10 લિસ્ટમાં આ સ્ટાર્સ પણ શામેલ
જો કે ચૂંટણીના થોડા દિવસ પહેલા જ કેની વેસ્ટે પોતાનો આ નિર્ણય બદલી દીધો હતો. ફૉર્બ્ઝ મેગેઝીનની લિસ્ટમાં વર્ષ 2020માં સૌથી વધુ કમાણી કરનાર ટૉપ 10 સ્ટાર્સની લિસ્ટમાં રેસલર અને હૉલીવુડ એક્ટર ડ્વેન જૉનસન, બ્રાઝિલના જાણીતા ફૂટબૉલર નેમાર, અમેરિકન એક્ટર ટેલર પેરી અને અમેરિકાના રેડિયો અને ટીવી પર્સનાલિટી હૉવર્ડ સ્ટેન જેવા સેલેબ્ઝ શામેલ છે. તમને જણાવી દઈએ કે ફૉર્બ્ઝે ભલે પહેલુ સ્થાન આપ્યુ હોય પરંતુ આ પહેલા મેગેઝીન અને કાયલીમાં મતભેદ થઈ ચૂક્યા છે.

કાયલી અને ફૉર્બ્ઝ વચ્ચે વિવાદ
કિમ કર્દાશિયાંની સાવકી બહેન કાયલી જેનર ઘણી વાર પોતાના બોલ્ડ અવતાર માટે ચર્ચામાં રહે છે. ગયા વર્ષે ફૉર્બ્ઝે કાયલીને સૌથી યંગ અબજપતિનો દરજ્જો આપીને એક કવર સ્ટોરી કરી હતી પરંતુ આ વર્ષે મે મહિનાાં જ ફૉર્બ્ઝે કાયલીને ખોટી ગણાવી હતી. ફૉર્બ્ઝે રિપોર્ટ જારી કરીને દાવો કર્યો કે કાયલીએ પોતાની સંપત્તિ વિશે ખોટુ બોલ્યુ જેથી જે ફૉર્બ્ઝના કવર પર આવી શકે. જો કે કાયલીએ મેગેઝીનના આરોપોને ફગાવી દીધા અને આ બાબત વિશેના ઘણા ટ્વિટ પણ કર્યા. તમને જણાવી દઈએ કે કાયલી એક કૉસ્મેટિક કંપની કાયલીકૉસ્મેટિક્સની માલિક છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
