પોતાના હરીફોને પરેશાન કરવા માટે 300 થી વધુ ફેક એકાઉન્ટ બનાવ્યા
અમેરિકામાં કેટલાક લોકોને 369 ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ અને લગભગ 18 ઇમેઇલ સરનામાંઓથી ધમકીઓ મળી રહી હતી.
અમેરિકામાં કેટલાક લોકોને 369 ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ અને લગભગ 18 ઇમેઇલ સરનામાંઓથી ધમકીઓ મળી રહી હતી. પરંતુ તેઓ સંપૂર્ણપણે અજાણ હતા કે ફક્ત એક મહિલા આ તમામ એકાઉન્ટને નિયંત્રિત કરી રહી છે. આ કેસમાં એફબીઆઇ એજન્ટો કહે છે કે ફિટનેસ ટ્રેનર અને ચાર બાળકોની માં ટૈમી સ્ટીફન આ એકાઉન્ટ્સનો ઉપયોગ તેના પૂર્વ બિઝનેસ સાથીઓ અને બોડી બિલ્ડિંગની દુનિયામાં તેના સ્પર્ધકોને પરેશાન કરવા માટે કરતી હતી.

સ્ટીફને એક સંદેશમાં લખ્યું, "હું તમારા શરીરને નાના નાના ટુકડા કરીશ." શુક્રવારે 37 વર્ષીય આરોપીને પાંચ વર્ષની જેલની સજા ફટકારી છે. તેના પર સાયબર સ્ટોકીંગ અને ઓલાઇન ધમકીભર્યા સંદેશાઓ મોકલવાનો આરોપ મૂકાયો છે. એફબીઆઈના વિશેષ એજન્ટ ક્રિસ્ટિન રેહલરે ડબ્લ્યુએફએલએને જણાવ્યું હતું કે "તેના ગુનાની હદ આશ્ચર્યજનક છે."
મહિલાએ ત્રણ રાજ્યોમાં રહેતા પાંચ લોકોને નિશાન બનાવ્યા. તેણે પોતાના પૂર્વ વ્યવસાયી સહયોગી પાસેથી બદલો લેવાની કોશિશ માટે એક માથા વગરની બેબી ડોલ અને એક નકલી અપહરણ યોજના પણ ઘડી હતી. મહિલાનું માનવું છે કે અગાઉના વ્યવસાયિક સહયોગીએ ઓનલાઇન ફિટનેસની સ્પર્ધા જીતવાની તેની તકોને સમાપ્ત કરી દીધી છે. જેને અધિકારીઓએ ખોટી કહી છે.
તેને 9 જુલાઈ, 2019 ના રોજ એક માથા વગરની ડૉલથી શરૂઆત કરી. સ્ટીફને આ ઢીંગલીને શૈરીફની ઓફિસમાં મૂકી દીધી હતી. તેની સામે નોંધાયેલી ફરિયાદમાં આ વાત જણાવી છે. ઢીંગલીની અંદર લખ્યું હતું, "બાળકો માટે નવું રમકડું." પાંચ દિવસ પછી, સ્ટેફન ફરીથી શૈરિફની ઓફિસમાં ફરી ફોન કર્યો, આ વખતે તેને એમ કહ્યું કે કોઈએ તેની પોતાની (સ્ટીફન) પુત્રીનું અપહરણ કરવાનો પ્રયાસ કર્યો છે. જ્યારે તેની 12 વર્ષની પુત્રી તે સમયે તેના કૂતરાને ખાવાનું ખવડાવી રહી હતી.
તેણે બાળક ઉપર પણ હુમલો કર્યો હતો. જોકે તે સલામત છે. બાળકીએ તેની સાથે બનેલી ઘટના અંગે પોલીસને જણાવ્યું હતું. તપાસ બાદ જાણવા મળ્યું કે સ્ટીફને પોતે જ આ બધું કર્યું હતું. સ્ટીફનને 17 જુલાઈ ના રોજ ફેક પોલીસ રિપોર્ટ લખાવવા અને તેની પોતાની બાળકી સાથે ખરાબ વ્યવહાર કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. તેણે પોતાની પુત્રીને પોલીસ સમક્ષ જૂઠું બોલવાનું પણ કહ્યું હતું. આ પછી, નવેમ્બરમાં તેના માટે મુશ્કેલીઓ વધી ગઈ. ત્યારબાદ તેના પર લોકોને સેંકડો ધમકીભર્યા સંદેશા મોકલવાનો આરોપ મૂકાયો હતો. તેણે પીડિતોના પરિવાર અને પીડિતો બંનેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. અપહરણના ખોટા કેસમાં પણ તેને સજા મળી છે.
આ પણ વાંચો: ટ્રેનમાં એટલી જોરથી હસી મહિલા, હલી ગયું જડબું, મોં રહી ગયું ખુલ્લું
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
