પાકિસ્તાની અભિનેતા ફવાદ ખાન પર FIR ફાઈલ, જાણો સમગ્ર મામલો
ફવાદ ખાનની પત્નીએ પોતાની પુત્રીને પોલિયોની દવા પિવડાવવાનો ઈનકાર કરી દીધો જે બાદ ફરિયાદ મળવા પર પોલિસે તેમની સામે FIR ફાઈલ કરી.
પાકિસ્તાની અભિનેતા ફવાદ ખાન સામે પોલિસે FIR ફાઈલ કરી છે. વાસ્તવમાં ફવાદ ખાનની પત્નીએ પોતાની પુત્રીને પોલિયોની દવા પિવડાવવાનો ઈનકાર કરી દીધો જે બાદ ફરિયાદ મળવા પર પોલિસે તેમની સામે FIR ફાઈલ કરી. ફવાદ ખાન હાલમાં પાકિસ્તાન સુપર લીગના અનુસંધાનમાં દૂબઈ ગયા છે. પોલિયો ટીમે લાહોર પોલિસને આપેલી લિખિત ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે બુધવારે ટીમ ફેસલ ટાઉન વિસ્તારમાં સ્થિત ફવાદ ખાનના ઘરે તેમની પુત્રીને પોલિયોની દવા પીવડાવવા પહોંચ્યા હતા જ્યાં તેમની પત્નીએ દવા પિવડાવવાનો ઈનકાર કરીને ટીમના સભ્યો સાથે ખરાબ વર્તન કર્યુ.

આ છે સમગ્ર મામલો
પોલિયો ટીમ તરફથી ફરિયાદ મળ્યા બાદ પોલિસે અભિનેતા ફવાદ ખાન સામે FIR નોંધી લીધી છે. FIR મુજબ ફવાદ ખાનની પત્નીએ પોતાની પુત્રીને પોલિયો ડ્રોપ પિવડાવવાનો ઈનકાર કરી દીધો અને પોલિયો ટીમ સાથે ખરાબ વર્તન કરીને તેમને ધમકી પણ આપી. સ્થળ પર હાજર ફવાદના ડ્રાઈવરે પણ પોલિયો ટીમ સાથે દૂર્વ્યવહાર કર્યો. પોલિયો ટીમના અધિકારી મોહમ્મદ જમીલે જણાવ્યુ કે, ‘ફવાદ ખાનની પત્નીએ પોતાની પુત્રીને પોલિયો ડ્રોપ ન પિવડાવવાનું કોઈ ઠોસ કારણ જણાવ્યુ નહિ. કદાચ તેમને પોલિયો ડ્રોપ વિશે કોઈ માહિતી નથી અથવા એક સેલિબ્રિટી હોવાના કારણે તેમણે પોલિયો ટીમના લોકો પ્રત્યે કોઈ સમ્માન ન બતાવ્યુ.'

થઈ શકે છે બે વર્ષની સજા
જાણકારી અનુસાર ફવાદ ખાન હાલમાં પાકિસ્તાન સુપર લીગના અનુસંધાનમાં દુબઈ ગયા છે અને ઘટના સમયે તે પોતાના ઘરે હાજર નહોતા. જો કે પરિવારના પ્રમુખ હોવાના કારણે પોલિસે તેમની સામે કેસ કર્યો છે. પાકિસ્તાની કાયદા અનુસાર પોતાના બાળકોને પોલિયો ટીમને દવા પિવડાવવાનો ઈનકાર કરવા પર કોઈ વ્યક્તિ પર દંડ થઈ શકવા ઉપરાંત તેને બે વર્ષ સુધીની સજા પણ સંભળાવવામાં આવી શકે છે. તમને જણાવી દઈએ કે અફઘાનિસ્તાન અને નાઈજીરિયા બાદ પાકિસ્તાન દુનિયાનો ત્રીજો એવો દેશ છે જ્યાં સૌથી વધુ લોકો એંડીમિક પોલિયોથી પીડિત છે. પોલિયો વાયરસના કારણે લકવો અને મોત પણ થઈ શકે છે.

બોલિવુડમાં પણ કામ કરી ચૂક્યા છે ફવાદ ખાન
આ દરમિયાન પ્રધાનમંત્રીની પોલિયો ટાસ્કફોર્સના પ્રવકતા બાબર બિન અતાએ આ સમગ્ર મામલે ટ્વીટ કરીને કહ્યુ, ‘એક કલાકાર તરીકે ફવાદ ખાન અમારા દેશની શાન છે. હું તેમને અનુરોધ કરુ છુ કે તે પોલિયો ટીમને પોતાના બાળકોને પોલિયોની દવા પિવડાવવાની અનુમતિ આપે. લાહોરમાં ગયા સપ્તાહે જ પોલિયોનો એક કેસ સામે આવ્યો હતો, એટલા માટે આપણે પોલિયોથી આપણા બાળકોની સુરક્ષા જરૂર કરવી જોઈએ.' જો કે આ મામલે ફવાદ ખાન કે તેમની પત્ની તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આવી નથી. વળી, સોશિયલ મીડિયા પર પણ લોકો આ મામલે ફવાદ ખાનની ટીકા કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે ફવાદ ખાન બોલિવુડમાં પણ કામ કરી ચૂક્યા છે. તેમણે ‘ખૂબસુરત', ‘એ દિલ હે મુશ્કિલ' અને ‘કપૂર એન્ડ સન્સ' ફિલ્મોમાં અભિનય કર્યો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
