Operation Dost: ભૂકંપથી મરનારની સંખ્યા 15000ને પાર, ભારતે મદદ માટે શરુ કર્યુ 'ઑપરેશન દોસ્ત'
તુર્કી અને સીરિયામાં આવેલા શક્તિશાળી ભૂકંપથી મરનારની સંખ્યા 15000ને પાર કરી ગઈ છે. ભારતે ઑપરેશન દોસ્ત હેઠળ મદદ માટેનો હાથ લંબાવ્યો છે.
Operation Dost: તુર્કી અને સીરિયામાં આવેલા શક્તિશાળી ભૂકંપથી મરનારની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. મૃતકોનો આંકડો અત્યાર સુધીમાં 15000થી વધુ થઈ ગયો છે. ભૂકંપ પીડિતોની મદદ માટે ભારતે પણ હાથ લંબાવ્યો છે. ભારત સરકારે તુર્કી અને સીરિયાને મેડિકલ મદદ પૂરી પાડી છે અને એનડીઆરએફની એક ટીમ પણ રાહત અને બચાવ કાર્ય માટે મોકલવામાં આવી છે. ભારત તરફથી ઑપરેશન દોસ્ત હેઠળ આ અભિયાનને માનવતાના આધારે ચલાવવામાં આવી રહ્યુ છે.

તુર્કીના નુરદાગી વિસ્તારમાં ભૂકંપના કારણે કાટમાળ નીચે દટાયેલા લોકોની મદદ માટે ભારતીય ટીમ સતત કામ કરી રહી છે. અહીં, એનડીઆરએફની 3 ટીમો, ખાસ પ્રશિક્ષિત ડોગ સ્ક્વૉડ સાથે, લોકોને મદદ કરી રહી છે, તેમને તબીબી સંભાળ પૂરી પાડી રહી છે. લોકોની મદદ માટે ભારતીય સેનાએ તુર્કીના નામે આર્મી ફિલ્ડ હૉસ્પિટલ પણ બનાવી છે. ભૂકંપમાં ઘાયલ થયેલા લોકોને અહીં સારવાર આપવામાં આવી રહી છે. આ દરમિયાન વિદેશ રાજ્ય મંત્રી મુરલીધરે કહ્યુ છે કે ભારત તુર્કીના લોકોને શક્ય તમામ મદદ આપવા તૈયાર છે.
ભારત દ્વારા ચલાવવામાં આવી રહેલા ઑપરેશન દોસ્ત પર તુર્કીના રાજદૂત ફિરત સનેલે કહ્યુ કે તે દર્શાવે છે કે ભારત અને તુર્કી વચ્ચે મિત્રતા છે. ઑપરેશન દોસ્ત ખૂબ જ મહત્વપૂર્ણ ઑપરેશન છે, તે બંને દેશો વચ્ચેની મિત્રતા દર્શાવે છે. આ એક સાંકેતિક ઑપરેશન છે, તે પહેલાથી જ સાબિત કરી ચુક્યુ છે કે અમે મિત્રો છીએ, અમારા સંબંધો ખૂબ ગાઢ છે. મિત્રો હંમેશા એકબીજાને મદદ કરે છે. મને યાદ છે કે બે વર્ષ પહેલા 2021માં, તુર્કીએ કોવિડ દરમિયાન તબીબી સહાય માટે બે વિમાન મોકલ્યા હતા. હવે બે વર્ષ બાદ જ્યારે તુર્કીમાં આવો ભયંકર ભૂકંપ આવ્યો છે ત્યારે ભારતે મદદનો હાથ લંબાવ્યો છે. સાચા મિત્રો જરૂરતના સમયે એકબીજાને મદદ કરે છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ










Click it and Unblock the Notifications
