કોર્ટના આદેશ બાદ પૉર્ન સ્ટારને 33 લાખ રૂપિયા આપશે ડોનાલ્ડ ટ્રમ્પ, જાણો કારણ
અમેરિકાની એક અદાલતે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ઝટકો આપ્યો છે.
અમેરિકાની એક અદાલતે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ઝટકો આપ્યો છે. ત્યારબાદ હવે તેમણે પૉર્ન સ્ટાર સ્ટૉર્મી ડેનિયલ્સને 44,100 યુએસ ડૉલર આપવા પડશે. ડેનિયલ્સના જણાવ્યા મુજબ તે 2006માં ડોનાલ્ડ ટ્રમ્પ સાથે રિલેશનમાં હતી ત્યારબાદ ટ્રમ્પે પૈસા આપીને તેને ચૂપ રહેવા માટે કહ્યુ હતુ. બાદમાં તે આ મામલે કોર્ટમાં જતી રહી જ્યાં હવે તેના હકમાં ચુકાદો આવ્યો છે.

ખર્ચની ચૂકવણી કરશે ટ્રમ્પ
વાસ્તવમાં સ્ટૉર્મી ડેનિયલ્સનુ કહેવુ છે કે તેનો અમેરિકાના રાષ્ટ્રપતિ સાથે અફેર હતો પરંતુ સાર્વજનિક રીતે ટ્રમ્પે તેનો સ્વીકાર કર્યો નહરિ. આરોપ છે કે તેમણ સ્ટૉર્મી ડેનિયલ્સને પોતાનુ મોઢુ બંધ રાખવા માટે પૈસા આપ્યા હતા. ડેનિયલ્સે પહેલા રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર કેસ કર્યો જે રદ થઈ ગયો હતો. હવે કોર્ટે આ કેસમાં કહ્યુ કે ડેનિયલ્સે કેસમાં જે પૈસા ખર્ચકર્યા છે તેની ચૂકવણી ટ્રમ્પે કરવાની રહેશે. આ રકમ લગભગ 44,100 યુએસ ડૉલરની છે. ભારતના હિસાબે જોઈએ તો દંડ 33 લાખ રૂપિયા આસપાસ હશે.

પુસ્તકમાં પણ હતો ઉલ્લેખ
41 વર્ષની સ્ટૉર્મી ડેનિયલ્સે એક પુસ્તક પણ લખ્યુ હતુ જેમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે અફેરનો ઉલ્લેખ તેણે કર્યો છે. આ પુસ્તક લૉન્ચિંગ બાદ ઘણુ ચર્ચામાં રહ્યુ હતુ. ડેનિયલ્સના જણાવ્યા મુજબ ટ્રમ્પના વકીલે તેમને ચૂપ રહેવા માટે 97 લાખ રૂપિયા આપ્યા હતા. ટ્રમ્પને આ વિશે ઘણી વાર સવાલ કરવામાં આવ્યા પરંતુ હંમેશા તેમણે અફેરનો ઈનકાર કર્યો. કોર્ટના ચુકાદા બાદ ડેનિયલ્સ ઘણી ખુશ છે. તેણે ટ્વિટ કરીને લખ્યુ - હા, વધુ એક જીત.

વિવાદો સાથે છે જૂનો સંબંધ
ત્રણ વર્ષ પહેલા ટ્રમ્પે પોતાની દીકરી ઈવાંકાને સાર્વજનક રીતે કિસ કરવા માટે વિવાદોમાં હતા. ત્યારબાદ સોશિયલ મીડિયા પર ઘણી બબાલ થઈ હતી. લોકોએ સાર્વજનિક રીતે દીકરીને કિસ કરવા પર વાંધો વ્યક્ત કર્યો હતો. આ પહેલા 2006માં એક ઈન્ટરવ્યુમાં ટ્રમ્પે કહ્યુ હતુ કે ઈવાંકા ખૂબ સુંદર છે. જો તે મારી દીકરી ના હોત તો તેને ડેટ કરી રહ્યા હોત.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
