ભારતના પાડોશી દેશ પર ટ્રમ્પનો 'ટેરિફ બોમ્બ', બધી આયાત પર લગાવ્યો 100% ટેરિફ, વૈશ્વિક બજારોમાં હડકંપ
Donald Trump China Tariff: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન વિરુદ્ધ અત્યંત કડક અને મોટો વેપાર નિર્ણય જાહેર કરતાં વૈશ્વિક બજારોમાં ખળભળાટ મચી ગયો છે. વિશ્વની બે સૌથી મોટી અર્થવ્યવસ્થાઓ વચ્ચે તણાવ વધી ગયો છે.

ટ્રમ્પે જાહેરાત કરી છે કે 1 નવેમ્બર, 2025થી ચીનથી અમેરિકામાં આયાત થતી દરેક વસ્તુ પર 100% વધારાનો ટેરિફ (જકાત) લાગુ કરવામાં આવશે. આ 100% ટેરિફ ચીની માલ પર હાલમાં લાગુ પડતી કોઈપણ ડ્યુટી ઉપરાંત હશે. આ ઉપરાંત, અમેરિકાએ પોતાના અગત્યના સોફ્ટવેર પર ચીન માટે સખત નિકાસ નિયંત્રણો (Export Controls) લાદવાની પણ જાહેરાત કરી છે.
ટ્રમ્પે શું કહ્યું?
ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા પોતાની નવી વેપાર નીતિનો ખુલાસો કર્યો. તેમણે સ્પષ્ટ જણાવ્યું કે ચીન દ્વારા કરવામાં આવનારી કોઈપણ કાર્યવાહીના આધારે 1 નવેમ્બર, 2025થી અથવા તે પહેલા પણ અમેરિકા ચીન પર 100% ટેરિફ લાદશે.
ટ્રમ્પે આ નિર્ણય ચીનના તે અહેવાલોના જવાબમાં લીધો છે જેમાં ચીન લગભગ તેના દરેક ઉત્પાદન પર વ્યાપક નિકાસ પ્રતિબંધો લાદવાની યોજના બનાવી રહ્યું હતું. ટ્રમ્પે ચીનના આ પગલાંને અન્ય દેશો સાથેના વેપાર વ્યવહારમાં 'નૈતિક અપમાન' ગણાવ્યો હતો.
તેમણે લખ્યું, "હમણાં જ જાણ થઈ કે ચીને વેપારના મામલે અસાધારણ આક્રમક વલણ અપનાવ્યું છે... (ખાસ કરીને) માત્ર અમેરિકાની વાત કરું તો... અમે 1 નવેમ્બરથી તમામ મહત્વપૂર્ણ સોફ્ટવેર પર નિકાસ નિયંત્રણો લગાવીશું."
શી જિનપિંગ સાથેની બેઠક રદ
આ આકરા ટેરિફ અને નિકાસ નિયંત્રણોની જાહેરાતની સાથે જ, ટ્રમ્પે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે પ્રસ્તાવિત બેઠકને પણ રદ કરવાની ધમકી આપી છે. ટ્રમ્પે કહ્યું કે શી જિનપિંગ સાથે બેઠક યોજવાનું કોઈ કારણ નથી, જેની જાહેરાત તેમણે અગાઉ કરી હતી. જોકે, બેઇજિંગ દ્વારા ક્યારેય આ બેઠકની પુષ્ટિ કરવામાં આવી નહોતી.
ટ્રમ્પનું આ વલણ વિશ્વની બે સૌથી મોટી અર્થવ્યવસ્થાઓ વચ્ચેના બજારો અને સંબંધો બંનેને ગંભીર રીતે બગાડી શકે છે, જેના કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થા પર નકારાત્મક અસર પડવાની ભીતિ છે.
શું થશે અસર?
આ નિર્ણયની અસર સામાન્ય લોકોના ખિસ્સા પર પણ પડશે. મોબાઇલ ફોનથી લઈને ઇલેક્ટ્રિક વાહનો સુધી, ચીનથી આયાત થતી દરેક વસ્તુ ખૂબ જ મોંઘી થઈ જશે.
બજારના નિષ્ણાતો આ નિર્ણયને ટ્રમ્પના અગાઉના કાર્યકાળના 'ટ્રેડ વૉર' (વેપાર યુદ્ધ) પછીનો સૌથી કડક પગલું માની રહ્યા છે. અમેરિકાએ એક રીતે ચીનને ખુલ્લો વેપાર પડકાર ફેંક્યો છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
