Donald Trump : થઇ શકે છે ડોનાલ્ડ ટ્રમ્પની ધરપકડ, જાણો શું છે સમગ્ર ઘટના?
Donald Trump : અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કબૂલ્યું હતું કે, પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સ સાથે તેના શારીરિક સંબંધો હતા.
Donald Trump : અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ધરપકડની તલવાર લટકી રહી છે. તેમણે દાવો કર્યો છે કે, ડોનાલ્ડ ટ્રમ્પે વર્ષ 2016માં પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સને 130000 ડોલરની ચૂકવણીની તપાસના આરોપમાં મંગળવારના રોજ ધરપકડ કરવામાં આવી શકે છે. તેમના અપરાધિક આરોપોનો સામનો કરવાવાળા સૌપ્રથન અમેરિકી રાષ્ટ્રપતિ હશે.

બીજી તરફ અમેરિકાની આર્થિક રાજધાની ન્યુયોર્કમાં પણ સોમવારે સાંજે વિરોધ પ્રદર્શન જોવા મળ્યું હતું. ટ્રમ્પના કેટલાક સમર્થકોએ વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. સુરક્ષા એજન્સીઓને આશંકા છે કે, જો ટ્રમ્પ મોટા પાયે વિરોધ પ્રદર્શનનું આહ્વાન કરશે, તો સ્થિતિ નિયંત્રણ બહાર જઈ શકે છે.
વર્ષ 2024માં યુએસ પ્રમુખપદની ચૂંટણીની રેસમાં સામેલ થનાર ડોનાલ્ડ ટ્રમ્પની ગમે ત્યારે ધરપકડ થઈ શકે છે. સોમવારે સાંજે તેમના પ્રવક્તાએ એવો દાવો કરીને સનસનાટી મચાવી દીધી કે મંગળવારના રોજ ડોનાલ્ડ ટ્રમ્પની ધરપકડ થઈ શકે છે. આ મામલો પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સને ટ્રમ્પ દ્વારા ચૂકવણી સાથે સંબંધિત છે. બીજી તરફ ટ્રમ્પે દાવો કર્યો છે કે, ધરપકડ અંગે તેમને કોઈ પૂર્વ સૂચના આપવામાં આવી ન હતી.
જો ટ્રમ્પની ધરપકડ કરવામાં આવે છે, તો તેઓ ગુનાહિત આરોપોનો સામનો કરનારા પ્રથમ રાષ્ટ્રપતિ હશે. આવા સમયે ટ્રમ્પ સમર્થકોએ સોમવારે સાંજે ન્યૂયોર્કમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. દેખાવકારોની સંખ્યા ઓછી હોવા છતાં, સુરક્ષા એજન્સીઓને શંકા છે કે, જો ટ્રમ્પ વિરોધ પ્રદર્શન માટે બોલાવે તો પરિસ્થિતિ નિયંત્રણની બહાર જઈ શકે છે. મામલાની સંવેદનશીલતાને જોતા સુરક્ષા સઘન કરવામાં આવી છે.
શું છે સમગ્ર ઘટના
વર્ષ 2016માં એડલ્ટ ફિલ્મ સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સે મીડિયા આઉટલેટ્સનો સંપર્ક કર્યો અને ખુલાસો કર્યો કે, તેનું 2006 માં ડોનાલ્ડ ટ્રમ્પ સાથે અફેર હતું. જોકે ટ્રમ્પે આ દાવાઓને નકારી કાઢ્યા છે. ડેનિયલે એક પુસ્તકમાં ટ્રમ્પ સાથેના પોતાના સંબંધો વિશે ખુલીને લખ્યું છે. ટ્રમ્પની ટીમે ડેનિયલ્સનો સંપર્ક કરીને તેમને આ મામલે ચૂપ કરી દીધા હતા. ડેનિયલ્સને બાદમાં તેના એટર્ની માઈકલ કોહેન દ્વારા ચૂપ રહેવા માટે 130,000 ડોલર ચૂકવવામાં આવ્યા હતા.
નોંધનીય છે કે, ડેનિયલને ચૂપ રહેવા માટે આપવામાં આવેલા પૈસા ધરપકડનું કારણ નથી. યુએસમાં તે ગેરકાયદેસર નથી. તે કાયદેસર ફી તરીકે ગણવામાં આવે છે, પરંતુ જે પૈસા માટે વ્યવહાર થયો તે ગેરકાયદેસર છે. ન્યુયોર્કમાં બળાત્કાર એ ફોજદારી ગુનો છે. આવી સ્થિતિમાં ટ્રમ્પ વિરુદ્ધ ક્રિમિનલ કેસ નોંધવામાં આવ્યો છે અને તેમના પર ધરપકડની તલવાર લટકી રહી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
