કોરોનાવાયરસના વધતા મામલા વચ્ચે ચીને યાત્રીઓ માટે ફરજીયાત ક્વોરેન્ટાઇન હટાવ્યું
કોરોનાવાયરસને નાથવા માટે સરકારે આકરા નિર્ણય લેવા પડે છે પરંતુ ચીને તેનાથી તદ્દન ઉલટું ક્વોરેન્ટાઇનનો નિયમ હટાવી દીધો છે.
એક તરફ ચીનમાં જ્યાં કોરોનાવાયરસના મામલા તેજીથી વધી રહ્યા છે તો બીજી તરફ ચીને બહારથી આવતા યાત્રીઓ માટે ફરજીયાત ક્વોરેન્ટાઇન ખતમ કરી દીધું છે. ત્રણ વર્ષ બાદ આ ક્વોરેન્ટાઇન ખતમ કરવામાં આવ્યું છે. પાછલા મહિને ચીનમાં કોરોના પ્રતિબંધોમાં સતત છૂટ આપવામાં આવી રહી છે. જણાવી દઈએ કે ચીનમાં કોવિડ પ્રતિબંધોની અહીંની અર્થવ્યવસ્થા પર બહુ ખરાબ અસર જોવા મળી છે, જેને પગલે દેશભરમાં લોકોએ સરકાર સામે રસ્તાઓ પર ઉતરી પ્રદર્શન કર્યું હતું, જે બાદ ચીનમાં કોરોના પ્રતિબંધોમાં સતત છૂટ આપવામાં આવી રહી છે.

ચીની નાગરિક જે વિદેશથી અહીં આવી રહ્યા છે તેમને આજથી ક્વોરેન્ટાઇન કરવામાં નહીં આવે. માર્ચ 2020થી ચીનમાં બહારથી આવતા યાત્રીઓએ આઇસોલેશનમાં રહેવું પડતું હતું. તેમને સરકારી ફેસિલિટીમાં આઇસોલેશનમાં રાખવામાં આવતા હતા. લોકોને ત્રણ અઠવાડિયા સુધી આઇસોલેશનમાં રહેવું પડતું હતું, બાદમાં ક્વોરેન્ટાઇનની અવધી એક મહિનો કરવામાં આવી અને પછી આ અવધિ પાંચ દિવસ કરી દેવામાં આવી હતી.
પાછલા મહિને જ્યારે ક્વોરેન્ટાઇનમાં રહેવું નહીં પડેની ઘોષણા કરવામાં આવી તે બાદ ચીનમાં વિશાળ સંખ્યામાં વિદેશીઓ યાત્રા કરવા લાગ્યા હતા. કેટલીય ટ્રાવેલ વેબસાઇટ પર લોકો પોતાના ફરવાની જગ્યા શોધવા લાગ્યા. પરંતુ જેવી રીતે ચીનમાં કોરોનાના મામલા તેજીથી વધ્યા તેને કારણે ડઝનેક દેશોએ ચીનથી આવતા વિમાનો પર પ્રતિબંધ લગાવી દીધો હતો. ચીને આ દેશોના નિર્ણયને ખોટો ગણાવ્યો હતો અને કહ્યું હતું કે તેને સ્વિકારી ના શકાય. ઉલ્લેખનીય છે કે અમેરિકા, ઓસ્ટ્રેલિયા, બ્રિટેન, કેનેડા, ભારત સહિત કેટલાય દેશોમાં ચીનથી આવતા યાત્રિઓ પર પ્રતિબંધ લગાવ્યો છે. જેને પગલે ચીનના યાત્રિઓને આ દેશોની યાત્રા પર જવું મુશ્કેલ થઇ રહ્યું હતું.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
