અરુણાચલને ચીનનો હિસ્સો નહીં બતાવતા 30,000 નકશાઓ નષ્ટ

ચીનના કસ્ટમ ઓફિસીયલે દુનિયાના એવા 30,000 નકશાઓ નષ્ટ કરી નાખ્યા છે, જેમાં અરુણાચલ પ્રદેશને ચીનની સીમમાં બતાવવામાં આવ્યો ના હતો.

ચીનના કસ્ટમ ઓફિસીયલે દુનિયાના એવા 30,000 નકશાઓ નષ્ટ કરી નાખ્યા છે, જેમાં અરુણાચલ પ્રદેશને ચીનની સીમમાં બતાવવામાં આવ્યો ના હતો. ચીન, ભારતના નોર્થ ઈસ્ટ રાજ્ય અરુણાચલ પ્રદેશને સાઉથ તિબ્બતનો હિસ્સો ગણાવે છે. તેની સાથે સાથે તેઓ ભારતના દાવાને પણ રદ કરતા આવ્યા છે. તેની સાથે ચીન હંમેશા આ વાતથી પણ નારાજ રહ્યું છે કે આખરે ભારતીય નેતાઓ કેમ તે ભાગમાં મુલાકાત લે છે.

China

તાઇવાનને પણ અલગ દેશ ગણાવ્યો હતો

એક મીડિયા રિપોર્ટ અનુસાર ફક્ત અરુણાચલ પ્રદેશ જ નહીં પરંતુ તાઇવાનને પણ ચીનની સીમમાં બતાવવામાં આવ્યું ના હતું. ભારત અરુણાચલ પ્રદેશ પર ચીનના દાવાને નથી માનતું. ભારત તરફથી હંમેશા કહેવામાં આવ્યું છે કે અરુણાચલ પ્રદેશ હંમેશાથી ભારતનો આંતરિક ભાગ છે, એટલા માટે ચીનને અહીં કોઈ પણ ભારતીય નેતાના જવા પર વાંધો નહીં હોવો જોઈએ. ભારતીય નેતાઓ દેશના બાકી હિસ્સાની જેમ અરુણાચલ પ્રદેશમાં પણ જશે. ચીનના એક સરકારી પેપર ગ્લોબલ ટાઈમ્સ અનુસાર જે નકશાઓ નષ્ટ કરવામાં આવ્યા છે, તે એક અજ્ઞાત દેશ વિશે જણાવી રહ્યા હતા. આ નકશાઓમાં તાઇવાઇને એક અલગ દેશ તરીકે બતાવવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: પાકિસ્તાનમાં હિન્દૂ છોકરીઓના અપહરણનો મુદ્દો ચર્ચાયો

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X