હું એવુ બ્રિટન બનાવીશ જ્યાં આપણા બાળકો અને પૌત્રો પોતાના દીવા પ્રગટાવી શકેઃ દિવાળી રિસેપ્શનમાં ઋષિ સુનક

બ્રિટનના નવનિયુક્ત ભારતીય મૂળના પ્રધાનમંત્રી ઋષિ સુનકે બુધવારે 10 ડાઉનસ્ટ્રીટ સ્થિત પોતાના નિવાસ સ્થાનથી દિવાળીની શુભકામનાઓ આપી. જાણો તેમણે શું કહ્યુ.

બ્રિટનના નવનિયુક્ત ભારતીય મૂળના પ્રધાનમંત્રી ઋષિ સુનકે બુધવારે 10 ડાઉનસ્ટ્રીટ સ્થિત પોતાના નિવાસ સ્થાનથી દિવાળીની શુભકામનાઓ આપી. દિવાળીના સ્વાગત સમારંભમાં ઋષિ સુનકે શુભકામનાઓ આપીને કહ્યુ કે બ્રિટનના વિકાસ માટે તે જે પણ કરી શકે છે તે બધુ કરશે. તેમણે બ્રિટનને એકજૂટ કરવાનો સંકલ્પ લઈને કહ્યુ, 'આપણે એવુ બ્રિટન બનાવીશુ, જ્યાં આપણા બાળકો અને પૌત્રો પોતાના દીવા પ્રગટાવી શકે, નંબર 10માં આજ રાતની દિવાળી રિસેપ્શનમાં આવી ઘણુ સારુ લાગ્યુ. સહુને દિવાળીની શુભકામનાઓ.'

દેશને પ્રગતિના પંથે લઈ જશે

દેશને પ્રગતિના પંથે લઈ જશે

ઋષિ સુનકે લોકોને ખાતરી આપી છે કે તેઓ દેશને પ્રગતિના પંથે લઈ જશે. તેઓ બ્રિટનના બાળકોના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે પૂરા દિલથી કામ કરશે. તમને જણાવી દઈએ કે મંગળવારે સુનકને બ્રિટનના નવા વડાપ્રધાન તરીકે ચૂંટવામાં આવ્યા હતા. બકિંગહામ પેલેસમાં રાજા ચાર્લ્સ IIIને મળ્યા પછી તેમણે શપથ લીધા હતા. બ્રિટનના ઈતિહાસમાં પીએમની ખુરશી સંભાળનાર તેઓ પ્રથમ અશ્વેત વ્યક્તિ છે.

લિઝ ટ્રસની પ્રશંસા કરી

લિઝ ટ્રસની પ્રશંસા કરી

પૂર્વ પીએમ લિઝ ટ્રસ જનતાને આપેલા વચનો પૂરા કરવામાં નિષ્ફળ ગયા. ત્યાર બાદ તેમણે પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધુ હતુ. આ પછી કન્ઝર્વેટિવ પાર્ટીએ ભારતીય મૂળના ઋષિ સુનકમાં વિશ્વાસ વ્યક્ત કર્યો અને બ્રિટનને આર્થિક પાટા પર દોડવવા અને ઉર્જા સંકટમાંથી બચાવવા માટે સત્તાની લગામ ઋષિને સોંપી દીધી.10 ડાઉનિંગ સ્ટ્રીટ પરથી પોતાના નિવેદનમાં ઋષિ સુનકે કહ્યુ કે પૂર્વ પીએમ લિઝની ભૂલોને સુધારવા માટે તેમને પસંદ કરવામાં આવ્યા છે. જો કે તેમણે લિઝ ટ્રસની પણ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યુ કે તેઓ તેમનો આભાર માનવા માગે છે કારણ કે ટ્રસ બ્રિટનના સુધારા માટે પણ કામ કરી રહ્યા હતા. આ એક સારો હેતુ છે.

'ભૂલો આખરે ભૂલો હોય છે'

'ભૂલો આખરે ભૂલો હોય છે'

ઋષિએ વધુમાં કહ્યુ કે, હું પરિવર્તન લાવવા માટે ટ્રસના પ્રયાસોની પ્રશંસા કરુ છુ પરંતુ કેટલીક ભૂલો એવી હતી જે ખરાબ ઈરાદાથી કરવામાં આવી ન હતી પરંતુ તેમ છતાં એ ભૂલો હતી. સુનકે બ્રિટનના લોકોનો વિશ્વાસ જીતવાની પ્રતિજ્ઞા લીધી અને કહ્યુ કે તેમની સરકાર તમામ સ્તરે ઈમાનદારી, વ્યાવસાયિકતા અને જવાબદારી સુનિશ્ચિત કરશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X