યુરોપિયન સંઘમાંથી છુટુ પડ્યું બ્રિટન, પ્રધાનમંત્રી બોરીસ જ્હોંસને કરી જાહેરાત
બ્રિટન યુરોપિયન યુનિયનથી અલગ થઇ ગયું છે. બ્રિટન યુરોપિયન યુનિયનથી અલગ થનાર પ્રથમ દેશ બન્યું છે, બ્રિટન અને ઇયુ વચ્ચે 47 વર્ષ લાંબા સંબંધ છે જે શુક્રવારે સમાપ્ત થયા છે.
બ્રિટન યુરોપિયન યુનિયનથી અલગ થઇ ગયું છે. બ્રિટન યુરોપિયન યુનિયનથી અલગ થનાર પ્રથમ દેશ બન્યું છે, બ્રિટન અને ઇયુ વચ્ચે 47 વર્ષ લાંબા સંબંધ છે જે શુક્રવારે સમાપ્ત થયા છે. આ વિશે માહિતી આપતાં બ્રિટનના વડા પ્રધાન બોરિસ જ્હોનસે કહ્યું કે આ એક નવા યુગની શરૂઆત છે. નોંધપાત્ર વાત એ છે કે બ્રેક્ઝિટ સાથે લગભગ સાડા ત્રણ વર્ષ પહેલાં લોકમત યોજાયો હતો, ત્યારબાદ આખરે શુક્રવારે બ્રિટન ઇયુથી છૂટુ પડ્યું હતું.

કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા બોરિસ જ્હોન્સને ગયા વર્ષે બ્રિટનને ઇયુથી અલગ કરવાની ઝુંબેશ શરૂ કરી હતી, લોકોને વચન આપ્યું હતું કે તેઓ દેશના વડા પ્રધાન બનશે તો બેક્ઝિટને અંતિમ મુકામ સુધી પહોંચાડશે. ઇયુથી અલગ થયા પછી, જોહ્ન્સનને કહ્યું કે આ એક નવી ઐતિહાસિક ક્ષણની શરૂઆત છે. પરિવર્તનનો સમય આવી ગયો છે, દેશને એકજુટ રાખીને આગળ વધારવું એ સરકારનું અને આપણા બધાનું કામ છે. મહત્વની વાત એ છે કે આ કોઈ રાતનો અંત નથી, પરંતુ નવા સમયની શરૂઆત છે.
તમને જણાવી દઇએ કે યુરોપિયન યુનિયનમાં કુલ 28 દેશો હતા. ઇયુના તમામ સભ્ય દેશોના લોકો એક બીજામાં સ્થળાંતર કરી અને કાર્ય કરી શકે છે. આટલું જ નહીં, ઇયુના સભ્ય દેશો પણ એકબીજાની વચ્ચે મફત વેપાર કરી શકે છે. બ્રિટન 1973માં ઇયુમાં જોડાયુ હતું. પરંતુ 23 જૂન, 2016 ના રોજ, બ્રિટને ઇયુમાંથી અલગ થવાનું મતદાન કર્યું હતું, જેમાં 48 ટકા લોકોએ ઇયુમાં રહેવાની તરફેણમાં મતદાન કર્યું હતું, જ્યારે 52 ટકા લોકોએ ઇયુથી અલગ થવાના મત આપ્યા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
