Brazil Plane Crash : Video : 62 લોકોના જીવ લેનારા પ્લેન ક્રેશનું રાઝ ખુલ્યુ, ડરાવનારો વીડિયો સામે આવ્યો
Brazil Plane Crash : બ્રાઝિલનું એક પ્લેન રહસ્યમય રીતે ક્રેેશ થયુ છે. હવે 62 લોકોને લઈને જઈ રહેલા આ પ્લેન ક્રેશના વીડિયોએ ઘણા ખુલાસા કર્યા છે.
બ્રાઝિલનું આ વિમાન 15,000 ફૂટથી વધુની ઊંચાઈએ ઉડી રહ્યું હતું ત્યારે અચાનક નીચે આવીને જમીન સાથે અથડાયા બાદ વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ સાથે પ્લેનમાં આગ લાગતા પ્લેનમાં સવાર તમામ લોકોના મોત થયા હતા.

એરલાઈન વોપાસની આ ફ્લાઈટ સાઓ પાઉલોના ગુઆરુલહોસ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ થવાની હતી પરંતુ લેન્ડિંગ પહેલા જ અકસ્માત સર્જાયો. ફ્લાઇટમાં 57 મુસાફરો અને 4 ક્રૂ મેમ્બર સવાર હતા.
આ ઘટના બાદ પ્લેન ક્રેશનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વિમાન દુર્ઘટના બાદ દુર્ઘટના સ્થળની સ્થિતિ દર્શાવતો આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. હવે એરલાઇનને અકસ્માતનું કારણ પણ જાણવા મળ્યુ છે.
અહેવાલો અનુસાર, એરલાઇનના સૂત્રોનું કહેવું છે કે PS-VPB પ્લેનનો રજિસ્ટ્રેશન નંબર ATR 72-500 છે અને એન્જિન ફેલ થવાને કારણે પ્લેન ક્રેશ થયું છે. જો કે પ્લેન ક્રેશ થવાનું કોઈ સ્પષ્ટ કારણ સામે આવ્યું નથી. કહેવામાં આવી રહ્યું છે કે વીડિયોમાં પ્લેન વર્તુળોમાં ફરતું જોવા મળે છે. આ પછી તે રહેણાંક વિસ્તારમાં ધડાકા સાથે પડે છે.
દુર્ઘટના પહેલા વિમાનનો ATC અધિકારીઓ સાથે સંપર્ક તૂટી ગયો હતો. પ્લેન રડાર પર પણ દેખાતું નહોતું. જે ઘર પર પ્લેન જમીન સાથે અથડાયું તે ઘરને ખૂબ નુકસાન થયું છે.
This is the moment a passenger plane falls out of the sky in Brazil
— Science girl (@gunsnrosesgirl3) August 9, 2024
pic.twitter.com/Q5XNvfn3U4
કોન્ડોમિનિયમ કોમ્પ્લેક્સમાં રહેતા લોકોએ પ્લેનને પડતું જોયું અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચીને એરપોર્ટ ઓર્થોરિટી અને પોલીસને જાણ કરી હતી.
BREAKING: A plane has crashed in #SãoPaulo, #Brazil, claiming the lives of 70 people.
— Pete James Peterson (@PJPNIG) August 9, 2024
Initial reports suggest the aircraft was en route from #Cascavel (PR) to #Guarulhos (SP).
Details about the victims are still unknown. #Planecrash pic.twitter.com/640x3hep58
સીએનએન અનુસાર, ફ્લાઇટ ટ્રેકિંગ ડેટાના કારણે ક્રેશ સમયે પ્લેનની જગ્યાનો ખુલાસો થયો. ક્રેશના 2 મિનિટ પહેલા પ્લેનની સ્પીડ ઓછી થઈ ગઈ હતી અને અટકવા લાગ્યુ હતું. અગાઉ પ્લેન લગભગ 17 હજાર ફૂટની ઉંચાઈ પર હતું. અચાનક તે 250 ફૂટ નીચે આવી ગય. પછી અચાનક તે 400 ફૂટ ઉપર ગયુ. આ પછી વિમાન અચાનક 2000 ફૂટ નીચે ઉતરી ગયું.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
