હમાસ દ્વારા કિડનેપ કરાયેલી ગર્લફ્રેન્ડને છોડાવવા બોયફ્રેન્ડે મદદ માંગી, જાણો શું છે પુરી ઘટના?
હમાસના હુલમા બાદ શરૂ થયેલા યુદ્ધમાં નિર્દોષ લોકોના મોત થઈ રહ્યા છે. મહિલાઓ અને બાળકો મોતને ભેટી રહ્યા છે ત્યારે એક બોયફ્રેન્ડે તેની ગર્લફ્રેન્ડને હમાસના કબજામાંથી છોડાવવા મદદ માંગી છે.
ઇઝરાયેલ અને હમાસના લોહિયાળ સંઘર્ષ વચ્ચે હમાસે ઘણા લોકોને બંધક બનાવ્યા છે. હુમલા દરમિયાન હમાસના આતંકવાદીઓ દ્વારા અપહરણ કરાયેલી ઇઝરાયેલી મહિલાના બોયફ્રેન્ડે તેને મુક્ત કરવા માટે અપીલ કરી છે.

ઈન્બર હૈમન નામની એક વિદ્યાર્થીનીનું 7 ઓક્ટોબરે હમાસના આતંકવાદીઓએ સંગીત સમારોહમાંથી અપહરણ કર્યું હતું. ઈન્બાર સુરાનોવા મ્યુઝિક ફેસ્ટવિલેમાં વોલેંટિયર હતી.
ઈન્બારે પોતાનો જીવ બચાવવા ભાગવાનો પ્રયાસ કર્યો પરંતુ તે હમાસના હાથમાં આવી ગઈ. હવે ઇનબાર હમનના બોયફ્રેન્ડ નોમ એલોને તેના સુરક્ષિત પરત આવવા માટે વિનંતી કરી છે.
આતંકવાદીઓએ સંગીત ઉત્સવના સ્થળ પર હુમલો કર્યો પાર્ટીમાં અરાજકતા ફેલાઈ અને 260 આસપાસ લોકો માર્યા ગયા અને ઘણા લોકોનું અપહરણ કરવામાં આવ્યું.
ગાઝા નજીક કિબુત્ઝ રીમ પાસે આ પાર્ટીમાં હજારો લોકો સામેલ થયા હતા. પેલેસ્ટિનિયન બંદૂકધારીઓએ સ્થળ પર હુમલો કર્યો અને ભાગી જવાનો પ્રયાસ કરી રહેલા લોકોને ગોળી મારી દીધી.
સામે આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે ઈન્બાર હૈમન ભાગવાનો પ્રયાસ કરી રહી છે પરંતુ હમાસના બે આતંકીઓ બાઈક પર આવે છે અને તેને પકડીને ગાઝા લઈ જાય છે. જો કે તેના બે મિત્રો ભાગવામાં સફળ રહ્યાં.
આ વીડિયો વાઈરલ થયા બાદ ઈન્બર હૈમનના બોયફ્રેન્ડ નોમ એલોને સરકારને તેના સુરક્ષિત પરત ફરવાની અપીલ કરી છે.
નોમ એલોને કહ્યું કે, તેને આશા છે કે ઇઝરાયેલ સરકાર અને બ્રિટિશ સરકાર બંધકોને પરત લાવવા માટે શક્ય તમામ પ્રયાસ કરશે. ઇઝરાયલી સૈન્ય અને ઇઝરાયેલી સરકાર માટે આ સૌથી મહત્વપૂર્ણ બાબત હોવી જોઈએ કે બંધકોને તેમની પ્રાથમિકતાઓમાં ટોચ પર મૂકે.
બંધકોને કોઈપણ લશ્કરી કાર્યવાહી પહેલા કોઈપણ જમીની આક્રમણ પહેલા પાછા લાવવા જોઈએ. હું આશા રાખું છું કે તે ચોક્કસપણે આ વખતે પાછી આવશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
