'આતંકી' અમેરિકન પોલીસકર્મીના માથે લાખો ડોલરનું ઇનામ

તપાસકર્તા કેલીફોર્નિયાના બરફથી ઢંકાયેલા પર્વતોમાં લોસ એન્જેલસ પોલીસ વિભાગના પૂર્વ અધિકારી 33 વર્ષીય ક્રિસ્ટોફર ડોર્નરની શોધખોળમાં લાગેલા છે. ડોર્નરે પોતાના ઓનલાઇન ઘોષણા પત્રમાં એ ધમકી આપી હતી કે તે પોલીસ અધિકારીઓની હત્યા કરશે.
લોન્સ એન્જલેસ પોલીસે લગભગ 50 અધિકારીઓ અને તેમના પરિવારોને વિશેષ સુરક્ષા આપવામાં આવી છે, જ્યારે પોલીસ તેની શોધખોળમાં લાગી છે. પોલીસના માથે ગત રાત્રે આયોજિત ગ્રેમી સંગીત પુરસ્કારની સુરક્ષા અંગેનું પણ હતું.
મહાપૌર એન્ટોનિયો વિલારાયગોસાએ ઇનામની ઘોષણા કરતા કહ્યું કે, અમે એ ક્યારેય નહીં સહીએ કે કોઇ પાડોશી રાજ્યો અને અમારા સમુદાયોની સુરક્ષા અને શાંતિને નુક્સાન પહોંચાડે. આ ઇનામની રકમ વધારવા માટે સ્થાનિક નેતાઓ, બિઝનેસ સમૂહો, સંઘો, કાયદા પ્રવતકો અને સમુદાયોનું યોગદાન આપ્યું છે.
હથિયારો અને નાની કુહાડીની સાથે ડોર્નરનો ટ્રક બિગ બીયરના સ્કી રિસોર્ટ પાસે મળ્યા બાદથી સૌથી પણ વધારે પોલીસકર્મીઓ તેની શોધમાં લાગેલા છે. આ સ્કી રિસોર્ટ લોસ એન્જલિસથી બે કલાકના અંતરે છે. આ તપાસમાં મુખ્ય લક્ષ્ય બિગ બીયર ઉપર બનેલી કેબિનોમાં રાખવામાં આવ્યું છે. આ લાકડીઓ વચ્ચે ડોર્નરનો સળગી ગયેલો ટ્રક મળી આવ્યો.
ડોર્નર પર ત્રણ ફેબ્રુઆરીના દિવસે એક યુગલની હત્યા કરવાનો આરોપ છે. તેણે એક અન્ય દુર્ઘટનામાં એક અધિકારીને પણ ઇજાગ્રસ્ત કર્યા હતા.
પોલીસ અને તેના પરિવારને ધમકાવવા માટે મોકલેલા ઇન્ટરનેટ ઘોષણાપત્રમાં ડોર્નરની પ્રતિજ્ઞા લીધી છે કે તે લોસ એન્જલેસ પોલીસકર્મીઓ સામે સંઘર્ષ શરૂ કરશે, પછી તે અધિકારી ડ્યૂટી પર હોય કે ના હોય. લોસ એન્જલેસ પોલીસ વિભાગના પ્રમુખ ચાર્લી બેકે જણાવ્યું કે, આ અત્યારસુધીનું સૌથી મોટું ઇનામ છે.
તેમણે કહ્યું કે, કેટલાક લોકો પૂછી શકે છે કે આટલું મોટું ઇનામ શા માટે? આ ઘરેલું આંતકવાદનું કૃત્ય છે અને તેના માટો કોઇ ભૂલ કરતા નહીં. પોલીસે શનિવારે જાહેર કર્યું કે તે વર્ષ 2007માં ડોર્નર દ્વારા કરવામાં આવેલા ગોળીબારની નવેસરથી તપાસ હાથ ધરશે, આ ઘટનાએ તેને અસંતુષ્ઠ બનાવ્યો હતો અને વિભાગથી બદલો લેવા પર ઉતરી આવ્યો હતો. ડોર્નરને પોલીસ હથિયાર બંધ અને ઘણો જ ખતરનાર માને છે. તેની શોધનો વિસ્તાર વધારી પાડોશી રાજ્યો એરીજોના અને નેવાદા સુધી પહોંચાડી દીધો છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
