ઝરદારી સાથે મનદુઃખ, બિલાવલે છોડ્યું પાકિસ્તાન

તાજેતરમાં જ બિલાવલને પીપીપીના મુખ્ય સંરક્ષક નામિત કરવામાં આવ્યો હતો. પાર્ટીના કેટલાક મુદ્દાઓને લઇને તાજેતરમાં તેનો તેના પિતા ઝરદારી અને ફોઇ ફારયાલ તાલપુર સાથે મતભેદ થયો હતો. જેમાં આતંકવાદી હિંસા, શિયા સમુદાય વિરુદ્ધ થઇ રહેલા હુમલાઓ અને ટીકીટોનો મુદ્દો સામેલ છે. પાકિસ્તાનમાં આગામી 11 મેના રોજ સંસદીય ચૂંટણી થવાની છે.
આ ઘટનાક્રમ અંગે જાણવા મળ્યા બાદ બિલાવલે પિતાને સ્પષ્ટ કરી દીધું હતું કે તે અનુભવે છેકે પાર્ટીએ ગત વર્ષે મલાલા યુસુફજાઇ પર તાલિબાની હુમલો, ક્વેટામાં શિયા સમુદાયના લોકોને નિશાન બનાવીને કરવામાં આવેલો હુમલો તથા કરાચી હિંસા જેવા મુદ્દાઓને મજબૂતી સાથે ઉઠાવ્યા નથી.
સૂત્રોએ જણાવ્યા પ્રમાણે યુવાઓને પ્રભાવિત કરવાના મુદ્દાઓ પર પાર્ટીના વલણને લઇને બિલાવલ ઘણા નારાજ હતા. આ એ સમય છે જ્યારે ઇમરાન ખાન પાકિસ્તાન તહરીક એ ઇન્સાફ યુવાઓને પોતાની તરફ આકર્ષિત કરવા માટે તમામ શક્તિનો ઉપયોગ કરી રહ્યાં છે.
સૂત્રોએ કહ્યું કે, 24 વર્ષિય બિલાવલ પોતાની ફોઇ ફારયાલ તાલપુરથી પણ ઘણા નારાજ હતા, કારણ કે તેમણે સિંઘ પ્રાન્તમાં કેટલાક એવા ઉમેદવારનો ટીકીટ આપવાની ના પાડી દીધી હતી જેની ભલામણ બિલાવલે કરી હતી. સૂત્રએ કહ્યું કે ગત મહિને બિલાવલે અંદાજે 200 પીપીપી કાર્યકર્તાઓના નામ સુઝવ્યા હતા અને સિંઘ પ્રાન્તના પૂર્વ મુખ્યમંત્રી કઇમ અલી શાહને તેમને કામ આપવા માટે કહ્યું હતું, પરંતુ ફારયાલે તેમા દખલગીરી કરી હતી. ત્યાર બન્ને વચ્ચે અણબનાવ થયો હતો. બિલાવલે આ મુદ્દાઓને પિતા સાથે ચર્ચા કરી અને પાર્ટીના મામલાઓમાં પોતાને નિર્ણય કરવા દેવામાં આવે તેવો અધિકાર માંગ્યો હતો. જો કે, ઝરદારીએ પોતાની બહેનનો પક્ષ લીધો અને તેથી બિલાવલને મનદુઃખ થયું છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
