ગેરકાયદેસર અમેરિકા જતા પહેલા સાવધાન, 500 ફ્લાઈટમાં 1 લાખથી વધુ ઘૂષણખોરોની ઘરવાપસી
વિદેશમાં જઈને પૈસા કમાવવા અને સ્થાયી થવાનું હાલ ભારતીયોમાં ચલણ વધ્યુ છે. પંજાબ અને ગુજરાત સહિતના અનેક રાજ્યોના લોકો અમેરિકા, કેનેડા સહિતના અનેક વિદેશી દેશોમાં ગેરકાયદેસર ઘૂષણખોરી કરતા હોય છે.
અવારનવાર આ અંગેના સમાચારો પણ પ્રકાશિત થતા હોય છે. ત્યારે આ અંગે વધુ એક મહત્વના સમાચાર સામે આવ્યા છે.

યુનાઈટેડ સ્ટેટ ઓફ અમેરિકાએ ગેરકાયદે રહેતા ભારતીયોને ભારત મોકલવાના શરૂ કર્યા છે. આ સમગ્ર મિશન માટે અમેરિકા દ્વારા ચાર્ટર્ડ પ્લેનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
હવે અમેરિકા ઘૂષણખોરો વિરુદ્ધ કડકાઈથી પગલાં લઈ રહ્યું છે. બહરહાલ હોમલેંડ વિભાગે ભારત સરકારના સહોયથી ભારતીય નાગરિકોની ઘરવાપસી કરાવી છે.
અમેરિકા દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીની જાણકારી અનુસાર, 25 ઓક્ટોબરે હોમલેન્ડ સિક્યુરિટી ડિપાર્ટમેન્ટે જણાવ્યું કે, આ પગલું ભારત સરકારના સહયોગથી લેવામાં આવ્યું છે. આ માટે 22 ઓક્ટોબરે એક ચાર્ટર ફ્લાઈટ ભારત મોકલવામાં આવી છે. હવે અમેરિકા તેના ઇમિગ્રેશન કાયદાને લાગુ કરવા માટે પ્રતિબદ્ધ છે.
ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીનું કહેવું છે કે તે દેશમાં ગેરકાયદેસર રીતે ઘૂષણખોરી કરનારાઓ પર સખત નિયંત્રણ અને જે પણ લોકો કાનૂની પ્રવેશ કરવા માંગતા હોય તે લોકો સુવ્યવસ્થિત રીતે પ્રવેશ કરે તે માટે અમેરિકા સરકાર અને તંત્ર કામ કરી રહ્યું છે.
આ કારણોસર ઘણા ભારતીયો જેમને ગેરકાયદેસર ઘૂષણખોરી કરીને અમેરિકામાં પ્રવેશ કર્યો છે તેમને પરત મોકલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને ભવિષ્યમાં પણ જે લોકો અમેરિકામાં ગેરકાયદેસર રીતે વસવાટ કરી રહ્યા છે તેમને તેમના દેશમાં પરત મોકલવામાં આવશે.
જૂન 2024માં સરહદ સુરક્ષા અને વચગાળાના કાયદા લાગુ થતાની સાથે અમેરિકાની દક્ષિણ-પશ્ચિમ સરહદ પર સરહદ ક્રોસિંગથી ગેરકાયદે ઘૂષણખોરીમાં 55 ટકા ઘટાડો થયો છે. આ સિવાય નાણાકીય વર્ષ 2024ના મધ્યમાં 160,000થી વધુ લોકોને જે ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘૂસ્યા હતા તેમને તેમના દેશમાં પાછા મોકલવામાં આવ્યા છે.
આ લિસ્ટમાં ભારત સહિત 145થી વધુ દેશોના લોકોને પરત મોકલવા માટે 495થી વધુ ફ્લાઇટ્સ ઓપરેટ કરાઈ છે. આ કાર્યવાહી એ લોકો સામે કરવામાં આવી છે જેમની પાસે અમેરિકામાં રહેવા માટે માન્ય કાનૂની કાગળો નથી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
