મિસ અમેરિકા નીના દાવુલુરી સાથે લંચ લેશે ઓબામા અને મનમોહન !
વૉશિંગ્ટન, 21 સપ્ટેમ્બર : અમેરિકાના ઇતિહાસમાં પ્રથમવાર મિસ અમેરિકાનો ખિતાબ ભારતીય મૂળની યુવતીએ જીત્યો છે. આ સન્માન મેળવનારી મિસ અમેરિકા નીની દાવુલુરી માટે હવે એક વધુ સુવર્ણતક સામે આવી છે. મિસ અમેરિકાનો ખિતાબ જીત્યા બાદ તેમને વ્હાઇટ હાઉસમાં અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામા સાથે ડિનર કરવાનું આમંત્રણ મળ્યું છે. એટલું જ નહીં મિસ અમેરિકા નીના અને રાષ્ટ્રપતિ બરાક ઓબામાની સાથે લંચના અવસરે ભારતના વડાપ્રધાન મનમોહન સિંહ પણ ઉપસ્થિત રહી શકે છે.
વાસ્તવમાં 27 સપ્ટેમ્બરના રોજ મનમોહન સિંહ અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાની સાથે સત્તાવાર રીતે મુલાકાત ગોઠવવાના છે. આ અંગે વ્હાઇટ હાઉસના પ્રવક્તાના જણાવ્યા અનુસાર મનમોહન સિંહ અને બરાક ઓબામાના લંચની સાથે મિસ અમેરિકાને પણ લંચ માટે આમંત્રિત કરવામાં આવી શકે છે. જો કે આ ખિતાબ જીત્યા બાદ વ્હાઇટ હાઉસ તરફથી નીનાને અગાઉથી જ આમંત્રણ મળી ગયું છે.

સેન્ટર ફોર સ્ટ્રેટેજીક એન્ડ ઇન્ટરનેશનલ સ્ટડીઝના મુખ્ય સલાહકાર અને વર્ષ 1997થી 2001 સુધી દક્ષિણ એશિયાના મામલોના સહાયક મંત્રી રહેલા કાર્લ ઇંડરફર્થે આશા વ્યક્ત કરી છે કે હવે અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને ભારતના વડાપ્રધાન મનમોહન સિંહ આગામી 27 સપ્ટેમ્બરના રોજ વ્હાઇટ હાઉસમાં બેઠક યોજશે.
મિસ અમેરિકા બન્યા બાદ ઇન્ટરનેશનલ મીડિયા નીનાના ઇન્ટરવ્યૂ લેવા માટે સતત સંપર્ક સાધવાનો પ્રયાસ કરી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય મીડિયાએ મિસ અમેરિકાની માર્કેટિંગ સમન્વયક એરિકા ફિયોકાનો સંપર્ક કરી રહ્યા છે. તેમાં ભારતીય પત્રકારો વધારે છે. ફિયોકાનું કહેવું છે કે તમામ પત્રકારોને માટે નીનાનો ઇન્ટરવ્યૂ કરવો શક્ય નથી. આ મોટું કામ છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર કેટલાક મહિનાની અંદર નીના ભારતની યાત્રા પર આવી શકે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
