બેંગકોક બ્લાસ્ટની Exclusive તસ્વીરો
બેંગકોક: થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં સોમવારે મોડી સાંજે થયેલા બોમ્બ બ્લાસ્ટમાં 16 લોકોના મોત થયા છે જ્યારે 30 લોકો ઘાયલ થયા છે. મળતી માહિતી અનુસાર આ બોમ્બ બ્લાસ્ટ બેંગકોકના ઈરાવન નામના એક હિંદુ મંદિર નજીક થયો હતો. આ મંદિર ભગવાન બ્રહ્માનો મઠ છે. આ મંદિરની મુલાકાતે અનેક પ્રવાસીઓ આવે છે.
મંદિરની નજીક જ એક ફાઈવ સ્ટાર હોટેલ છે. આ વિસ્તાર ઘણો ભીડ-ભાડ વાળો છે. આ બોમ્બ બ્લાસ્ટની કેટલીક તસ્વીરો અમારા વાંચક રાહુલ શાહી અને યુવરાજ શાહી દ્વારા બેંગકોકથી સીધી જ મોકલવામાં આવી છે. આ બંને યુવકો ભારતીય છે અને પાછલા ત્રણ વર્ષથી બેંગકોકમાં નોકરી કરે છે. બ્લાસ્ટના સમયે તેઓ ઘટનાસ્થળથી નજીકમાં જ હતા. આવો જોઈએ બ્લાસ્ટ બાદની તસ્વીરી સ્થિતિ

ભીડ-ભાડ વાળો વિસ્તાર
બ્લાસ્ટના સમયે કેટલાક પર્યટકો ઘટનાસ્થળે હતા. આ વિસ્તારમાં ભારતીયો મોટા પ્રમાણમાં હોય છે.

બ્લાસ્ટમાં કેટલીક મોટર સાઈકલ પણ બળી ગઈ
અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે બ્લાસ્ટ મોટર સાયકલ પર કરવામાં આવ્યો હતો. બ્લાસ્ટના કારણે 47 ગાડીઓનો કચ્ચરઘાણ થઈ ગયો હતો.

અહીં મોટા મોટા ત્રણ મોલ છે
સેન્ટ્રલ બેંગકોક સ્થિત આ મંદિર ભગવાન બહ્માનું છે. અહીં રોજેરોજ હજારો શ્રદ્ધાળુ આવે છે. આ મંદિર ત્રણે તરફથી મોટા મોટા શોપિંગ મોલથી ઘેરાયેલું છે.

રોડ-રસ્તાઓ પર મૃતદેહો
બ્લાસ્ટ એટલો ભયંકર હતો કે ગાડીઓ અને માણસોનો ખુરદો બોલાઈ ગયો હતો. આ વિસ્તારમાં ઠેર ઠેર માનવ અંગો ક્ષત વિક્ષત હાલતમાં પડ્યા હતા.

બ્લાસ્ટ બાદ આગ લાગી હતી
બ્લાસ્ટ બાદ આ વિસ્તારમાં આગ લાગી હતી જેના કારણે પણ ઘણું નુકસાન થયુ છે.

બ્લાસ્ટનું કારણ હજી સુધી નથી જાણવા મળ્યું
રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. હજી સુધી બ્લાસ્ટનું કારણ નથી જાણવા મળ્યું.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
