Balochistan Train Hijack : બલૂચિસ્તાન ટ્રેન હાઈજેક હિંસક, BLAએ 50 બંધકોની હત્યા કરી
Balochistan Train Hijack : પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં હિંસા સતત વધી રહી છે. બલોચ લિબરેશન આર્મી (BLA) એ દાવો કર્યો છે કે વધુ 50 બંધકોને મોતને ઘાટ ઉતાર્યા છે.
BLA એ આ પગલું પાકિસ્તાની સેનાના હુમલાના જવાબમાં ભર્યુ છે. BLAએ પાકિસ્તાન સરકારને 20 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે અને ચેતવણી આપી છે કે જો સેનાની કાર્યવાહી ચાલુ રહેશે તો બાકીના બંધકોની પણ હત્યા કરવામાં આવશે.

મંગળવારે BLAએ બલૂચિસ્તાનમાં ક્વેટા-પેશાવર જાફર એક્સપ્રેસ ટ્રેનને હાઇજેક કરી હતી. આતંકવાદીઓએ પહેલા રેલવે ટ્રેકને ઉડાવી દીધો અને પછી ટ્રેન પર ગોળીબાર કર્યો.
ટ્રેનમાં અંદાજે 500 મુસાફરો હતા, જેમાંથી 212 લોકોને બંધક બનાવવામાં આવ્યા. પાકિસ્તાનના ઈતિહાસમાં આ અત્યાર સુધીની સૌથી મોટી ટ્રેન અપહરણની ઘટના છે.
BLAએ એક નિવેદનમાં જણાવ્યું કે, પાકિસ્તાની સેનાના ડ્રોન હુમલાના જવાબમાં 10 દુશ્મન સૈનિકો માર્યા ગયા છે. વધુમાં આજના એન્કાઉન્ટરમાં 10 સૈનિકો અને ગઈકાલની લડાઈમાં 30 સૈનિકો મોતને ભેટ્યા છે. BLA અનુસાર અત્યાર સુધીમાં 100થી વધુ પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા છે, જ્યારે 150થી વધુ બંધકો હજુ પણ તેમની કસ્ટડીમાં છે.
BLAએ ચેતવણી આપી છે કે જો પાકિસ્તાની સેના વધુ હુમલો કરશે તો બાકીના તમામ બંધકોને તરત જ ફાંસી આપવામાં આવશે. તેઓએ કહ્યું છે કે પાકિસ્તાન પાસે હવે માત્ર 20 કલાકનો સમય છે. જો કેદીઓની અદલાબદલી પર કોઈ નક્કર પગલાં લેવામાં નહીં આવે તો દરેક પસાર થતા કલાક સાથે બલૂચ રાષ્ટ્રીય અદાલત દ્વારા બંધકોને દોષિત ઠેરવવામાં આવશે અને મૃત્યુદંડની સજા આપવામાં આવશે.
પાકિસ્તાની સુરક્ષા એજન્સીઓએ દાવો કર્યો છે કે તેઓએ અત્યાર સુધીમાં 190 મુસાફરોને બચાવી લીધા છે અને 30 આતંકવાદીઓને મોતને ઘાટ ઉતાર્યા છે. સેનાના દાવા અનુસાર આ અથડામણમાં ઘણા બંધકોના મોત પણ થયા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
