અમેરિકામાં હિન્દુ મંદિરો પર હુમલો, ભારત વિરોધી નારા લખાયા
છેલ્લા કેટલાક સમયથી ખાલિસ્તાની બબાલ ચાલી રહી છે ત્યારે અમેરિકામાં હિન્દુ મંદિરો સાથે છેડછાડ થઈ હોવાના અહેવાલ છે. અહીં મંદિરોમાં ભારત વિરોધી નારા લખવામાં આવ્યા છે.
અમેરિકાના કેલિફોર્નિયામાં ખાલિસ્તાની સમર્થકોએ હિન્દુ મંદિરને નિશાન બનાવ્યુ છે. જણાવી દઈએ કે, છેલ્લા એક વર્ષમાં મંદિરો પર હુમલાની એક ડઝનથી વધુ ઘટનાઓ હોવા છતાં એક પણ આરોપીની ધરપકડ કરવામાં આવી નથી.

હવે ખાલિસ્તાનીઓને લઈને બાઈડન પ્રશાસનની કાર્યવાહી પર સવાલો ઉઠી રહ્યા છે. ખાલિસ્તાન સમર્થકોએ મંદિરની દિવાલો પર ભારત વિરોધી નારા લખ્યા છે.
આ ઘટના કેલિફોર્નિયામાં સ્વામિનારાયણ મંદિરને ભારત વિરોધી ભિતચિત્રોથી વિકૃત કરવામાં આવ્યાના અઠવાડિયા બાદ આવી છે. હિન્દુ અમેરિકન ફાઉન્ડેશન દ્વારા એક સોશિયલ મીડિયા પોસ્ટ કરીને જણાવાયુ રે, તે જ વિસ્તારમાં સ્વામિનારાયણ મંદિર પર હુમલો થયાના બે અઠવાડિયા પછી કેલિફોર્નિયાના હેવર્ડમાં શેરાવલી મંદિરને ખાલિસ્તાન તરફીઓ દ્વારા નિશાન બનાવવામાં આવ્યું છે. HAF એ X પર મંદિર પર થયેલા હુમલાની તસવીર પણ શેર કરી છે.
હિન્દુ અમેરિકન ફાઉન્ડેશને લખ્યુ કે, હેવર્ડના શેરાવલી મંદિર પર સ્વામિનારાયણ મંદિર પર હુમલાના બે અઠવાડિયા પછી અને તે જ વિસ્તારમાં આવેલા શિવ દુર્ગા મંદિરમાં ચોરીના એક અઠવાડિયા પછી હુમલો કરવામાં આવ્યો છે. HAF મંદિરના નેતાઓના સંપર્કમાં છે.
જણાવી દઈએ કે, આવી જ ઘટના ગયા વર્ષે 23 ડિસેમ્બરે બની હતી. તે વખતે કેલિફોર્નિયાના નેવાર્કમાં એક હિન્દુ મંદિર બહારની દિવાલોને ભારત વિરોધી અને ખાલિસ્તાન તરફી નારા સાથે તોડફોડ કરવામાં આવી હતી.
અહેવાલો અનુસાર, કેટલાક ખાલિસ્તાન સમર્થક કાર્યકરોએ નેવાર્કમાં સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ કરી હતી. મંદિરની નજીક રહેતા એક ભક્તે મંદિરની બહારની દિવાલ પર કાળી શાહીથી હિંદુ વિરોધી નારા જોયા અને સ્થાનિક અધિકારીઓને જાણ કરી હતી.
કેલિફોર્નિયામાં મંદિરની તોડફોડ અંગે પ્રતિક્રિયા આપતા વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે આ ઘટનાની નિંદા કરી છે. તેમણે કહ્યું કે, ઉગ્રવાદીઓ, અલગતાવાદીઓ અને આવા દળોને જગ્યા ન આપવી જોઈએ. ત્યાંના અમારા કોન્સ્યુલેટે સરકાર અને પોલીસને ફરિયાદ કરી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
