રશિયામાં વધુ એક ભારતીયનું મોત, લશ્કરી છાવણીમાં કામ કરતો હતો કેરળનો યુવક

Russia-Ukraine War: હાલ યુક્રેન અને રશિયા વચ્ચે ભયંકર યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધ દરમિયાન રશિયન સૈન્ય કેમ્પમાં કામ કરી રહેલા કેરળના એક વ્યક્તિના પરિવારે જણાવ્યું હતું કે, શેલ હુમલામાં તેનું મૃત્યુ નીપજ્યું છે.

અત્રે ઉલ્લેખનીય બાબત છે કે, 36 વર્ષીય મૃતક સંદીપ વ્યવસાયે ઇલેક્ટ્રિશિયન હતો. સંદીપ થ્રિસુર જિલ્લાના ત્રિક્કુર પંચાયતમાં નાયરાંગડીનો વતની હતો.

સંદીપના પિતરાઈ ભાઈએ જણાવ્યું હતું કે, બે દિવસ પહેલા, અમને રશિયન મલયાલી એસોસિએશન તરફથી સંદેશ મળ્યો હતો કે, થ્રિસુરના એક વ્યક્તિનું શેલ હુમલામાં મૃત્યુ થયું છે.

રશિયન મલયાલી એસોસિએશનના સંદેશા અનુસાર, રશિયન લશ્કરી કેન્ટીનમાં કામ કરતો હતો. એસોસિએશન મૃત વ્યક્તિની ઓળખ કરી છે. વિગતોની ચકાસણી કરતા જાણવા મળ્યું કે, તે સંદીપ હતો.

Russia-Ukraine War

સંદીપના પરિવારજનોએ જણાવ્યું કે, સંદીપ એપ્રિલમાં એક રેસ્ટોરન્ટમાં કામ કરવા માટે રશિયા ગયો હતો. પરિવારનો તાજેતરમાં તેની સાથેનો સંપર્ક તૂટી ગયો હતો.

સંદીપના પરિવારજનોએ જણાવ્યું કે, તેણે અમને કહ્યું કે, તે મોસ્કોમાં નોકરી કરતો હતો, અને તેણે એક મહિનાનો પગાર ઘરે મોકલી દીધો હતો.

એક મહિના પછી, તેણે ભાગ્યે જ પરિવારનો સંપર્ક કર્યો અને તેને મોસ્કોથી બહાર લઈ જવામાં આવ્યો હતો. અમને પાછળથી ખબર પડી કે, તે મિલિટરી કેન્ટીનમાં હતો, જે યુક્રેનના દળોના હુમલાનો ખુલાસો થયો હતો.

અત્રે નોંધનીય બાબત છે કે, સંદીપના પરિવારમાં તેના માતા-પિતા છે, જેઓ ખેત મજૂર કરીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X