બાલાકોટની તસવીરો આવી સામે, જુઓ એરસ્ટ્રાઈક બાદ હવે કેવા છે હાલ
બાલાકોટની તસવીરો આવી સામે, જુઓ એરસ્ટ્રાઈક બાદ હવે કેવા છે હાલ
પાકિસ્તાનના બાલાકોટમાં ભારતીય વાયુસેનાએ કરેલ એરસ્ટ્રાઈકથી મોટી તબાહી થઈ હતી. જેને પાકિસ્તાની સેના દુનિયાભરથી છૂપાવી રહી હતી. પરંતુ ઈટલીના પત્રકાર ફ્રાંસિસા મરીનોએ પોતાના રિપોર્ટમાં કરેલ દાવાથી પાકિસ્તાનની પોલ ખુલી ગઈ છે અને સત્ય સામે આવી ગયું છે. ફ્રાંસિસા મરીનોના રિપોર્ટ મુજબ બાલાકોટમાં એરસ્ટ્રાઈક બાદ પાકિસ્તાને આતંકી કેમ્પો સાથે જોડાયેલ કેટલાય સબૂતો મટાવ્યા. જ્યારે સંયુક્ત રાષટ્ર દ્વારા મસૂદ અઝહરને ગ્લોબલ આતંકીની યાદિમાં સામેલ કરવામાં આવ્યા બાદ પાકિસ્તાની સેના બાલાકોટમાં હાલાત બદલવાની કોશિશ કરી રહી છે.

પાકિસ્તાનનું જૂઠ પકડાયું
રિપોર્ટ મુજબ બ્લૂ પાઈન હોટલ નજીક પહાડી પર મદરેસાના સાઈન બોર્ડ બદલી મુકવામાં આવ્યાં છે. હૉટલની બાજુમાં જૈશના કેમ્પ સુધી રસ્તો જઈ રહ્યો હતો ત્યાં વે તાલીમ-ઉલ-કુરઆન મદરેસાના બોર્ડ લાગેલા છે. જણાવવામાં આવી રહ્યું છે કે એરસ્ટ્રાઈક પહેલા અહીં મસૂદ અઝહરના નામે લખેલ બોર્ડ હતું, જેને પાકિસ્તાની સેનાએ હટાવી લીધું છે. જો કે, મદરેસામાં જવા માટે હજુ પણ કોઈને મંજૂરી નથી.

આ પત્રકારે જાહેર કરી તસવીરો
પાકિસ્તાની સેનાએ હજુ પણ વિસ્તારને ઘેર્યો છે. મુજાહિદ બટાલિયનના કેપ્ટન રેન્ક ઑફિસર વિસ્તરની દેખરેખ રાખી રહ્યા છે. લોકલ પોલીસે પણ અહીં જવા માટે પાકિસ્તાની સેનાની મંજૂરી લેવી પડી રહી છે. કેટલાક બાળકો અને 3-4 શિક્ષકોને બાદ કરતાં જૈશના કેમ્પમાં લોકોને સેનાએ હટાવી લીધા છે અને અહીંની ઈમારતોનું સમારકામ ચાલી રહ્યું છે. જૈશના કેમ્પ પાસે હાજર બિસિયન વિસ્તારમાં લોકોમાં ચર્ચા છે કે એરસ્ટ્રાઈક બાદ કુન્હાર નદીમાં કેટલાય લોકોના દેહ તણાતા જોવા મળ્યા હતા.

જુઓ તસવીરો
રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જૈશના કેમ્પ પર થયેલ હુમલાનો બદલો લેવાની વાત જૈશના આલાકમાને કહ છે. પરંતુ તેના માટે જૈશ યોગ્ય સમયનો ઈંતેજાર કરશે. જણાવી દઈએ કે ભારતીય વાયુસેનાએ 26 ફેબ્રુઆરીની રાત્રે બાલાકોટમાં જૈશ એ મોહમ્મદના આતંકી ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી તી. તે સમયે એમ કહેવામાં આવ્યું હતું ક એરસ્ટ્રાઈકમાં હજારો લોકો મૃત્યુ પામ્યા છે. જો કે પાકિસ્તાન બાલાકોટના હુમલામાં થયેલ નુકસાનની વાતને ફગાવી રહ્યું છે. પરંતુ અત્યાર સુધીમાં એવા કેટલાય રિપોર્ટ સામે આવી ચૂક્યા છે જેનાથી આતંકી કેમ્પ તબાહ થયા હોવાનો પૂરાવો આપે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
