અમેરિકાએ જાહેર કરી નવી ગાઈડલાઈન, 8 નવેમ્બરથી કરી શકાશે મુસાફરી, જાણો શું છે નવા નિયમ

દુનિયામાં કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત દેશ અમેરિકાએ હવે દુનિયા માટે પોતાના દરવાજા ખોલી દીધા છે.

વૉશિંગ્ટનઃ દુનિયામાં કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત દેશ અમેરિકાએ હવે દુનિયા માટે પોતાના દરવાજા ખોલી દીધા છે. અમેરિકાના જો બાઈડેન પ્રશાસને સોમવારે નવી ટ્રાવેલ ગાઈડલાઈન જાહેર કરી છે જે હેઠળ ઘણા નવા નિયમોની માહિતી આપવામાં આવી છે. વ્હાઈટ હાઉસના જણાવ્યા મુજબ દિશાનિર્દેશમાં યુએસથી બહાર રહેતા અમેરિકી નાગરિકો માટે રાહતનો નિર્ણય લેવામાં આવ્યો છે. વળી, અમેરિકા આવવા ઈચ્છુક પરંતુ 10 ટકાથી ઓછુ રસીકરણ કરનાર દેશોના નાગરિકો માટે જરૂરી સૂચના જાહેર કરવામાં આવી છે. આવા દેશના નાગરિકોએ યાત્રાનુ વાજબી કારણ જણાવવુ પડશે.

biden

ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસ મહામારીથી અમેરિકાની સ્થિતિ દુનિયામાં સૌથી દયનીય થઈ ગઈ હતી. મહામારીના કારણે ત્યાં 7 લાખથી પણ વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. આ દરમિયાન પોતાના નાગરિકોનુ ઝડપથી રસીકરણ કર્યા બાદ હવે બાઈડેન સરકાર દુનિયા માટે પણ યુએસના દરવાજા ખોલી દીધા છે. ગાઈડલાઈન મુજબ અમેરિકાથી બહાર રહેતા પોતાના નાગરિકોને સૂચિત કરીને બાઈડેન સરકારે કહ્યુ કે જો તેમણે વેક્સીનનો ડોઝ ન લીધો હોય અને દેશમાં પાછા આવવા માંગતા હોય તો યાત્રાના એક દિવસ પહેલાનો કોરોના નેગેટીવ રિપોર્ટ બતાવવો પડશે.

વળી, લાંબા સમય સુધી અમેરિકાથી બહાર રહેતા નાગરિકોએ પણ એરપોર્ટ પર એક દિવસ જૂનો કોવિડ નેગેટીવ રિપોર્ટ બતાવવો પડશે. આ ઉપરાંત એવા દેશ જ્યાં 10 ટકાથી ઓછુ વેક્સીનેશન થયુ છે ત્યાંના નાગરિકોએ અમેરિકા આવવાનુ વાજબી કારણ જણાવવુ પડશે. અમેરિકી સરકારના એક અધિકારીએ સોમવારે કહ્યુ કે 8 નવેમ્બરથી અનવેક્સીનેટેડ અમેરિકી નાગરિકો અને લાંબા સમય સુધી બહાર રહેનાર નિવાસીઓને દેશમાં ફરીથી પ્રવેશની અનુમતિ હશે.

યાત્રા નિયમોમાં આપવામાં આવી છૂટ

યાત્રાના ત્રણ દિવસ પહેલા પૂર્ણ રસીકરણવાળા અમેરિકીઓએ પોતાનુ પરીક્ષણ કરાવવુ પડશે. રસીકરણ વિનાના વિદેશી નાગરિક માત્ર સીમિત પરિસ્થિતિઓમાં જ પ્રવેશ કરી શકશે. તમને જણાવી દઈએ કે બાઈડેન સરકારે ગયા મહિને એલાન કર્યુ હતુ કે યુએસ આવતા પહેલા બધા યાત્રીઓેનુ પૂર્ણ રસીકરણ અનિવાર્ય છે. જો કે સોમવારે નિયમોમાં અમુક રાહત આપવામાં આવી. એક વરિષ્ઠ અધિકારીએ કહ્યુ કે 10 ટકાથી ઓછા રસીકરણવાળા દેશોમાંથી આવતા લોકોએ પણ એક અનિવાર્ય કારણ જણાવવુ પડશે કે તે યુએસની યાત્રા કેમ કરી રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X