પ્રાણીઓના રૂપમાં ધરતી પર આવી રહ્યા છે એલિયન? આ પુર્વ CIA એજન્ટનો દાવો તમને વિચારતા કરી મુકશે
દુનિયામાં અલગ અલગ જગ્યાએથી લોકો એલિયન જોયાનો દાવો કરતા રહ્યા છે. જો તે આ દાવાને સાબિત કરવા માટે પુરતા પુરાવા હજુ સુધી કોઈ આપી શક્યુ નથી. હવે એક વૈજ્ઞાનિકે પ્રાણીઓના રૂપમાં એલિયન આવી ધરતી પર આવી રહ્યા હોવાનો દાવો કર્યો છે.
અમેરિકાની જાસૂસી સંસ્થા CIA ના એક એજન્ટના દાવાએ હવે ફરીથી લોકોને એલિયન વિશે વિચારતા કરી દીધા છે. આ એજન્ટે દાવો કર્યો છે કે એલિયન પ્રાણીઓના રૂપમાં ધરતી પર આવી રહ્યા છે અને માણસો વચ્ચે રહી રહ્યા છે.

એજન્ટ જોનના જણાવ્યા અનુસાર, માણસોએ એલિયનની જે તસવીરો બનાવી છે તેનાથી તે અલગ દેખાય છે. એલિયન ફિલ્મોમાં બતાવવામાં આવે તેવા નથી. તે તેનાથી અલગ છે.
અહીં તમને જણાવી દઈએ કે, પેન્ટાગોનના વરિષ્ઠ અધિકારી અને હોવર્ડ યુનિવર્સિટીના જાણીતા વૈજ્ઞાનિક એવી લોએબે હાલમાં જ એક ચૌકાવનારો દાવો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, આપણી આકાશગંગામાં ઘણા એલિયન્સ રહે છે.
તેમના જણાવ્યા અનુસાર, એલિયન્સ નાના વાહનોથી પૃથ્વીના લોકો પર નજર રાખી રહ્યા છે. જો કે પેન્ટાગોને એક અહેવાલ જારી કરીને જણાવ્યું હતું કે UFO જોવાના કોઈ નક્કર પુરાવા મળ્યા નથી.
આ સિવાય ઘણા લોકો એવું પણ માને છે કે અમેરિકા એલિયન્સ અને યુએફઓ વિશે માહિતી છુપાવી રહ્યું છે. હવે આ પુર્વ CIA એજન્ટનો દાવો લોકોને ચોંકાવી રહ્યો છે. તેણે કહ્યું કે તેણે સરિસૃપ જેવા એલિયનનો સામનો કર્યો છે.
અહીં તમને જણાવી દઈએ કે, જોન રામિજેને 25 વર્ષ સુધી CIA એજન્ટ તરીકે કામ કર્યુ છે. તે વિશેષજ્ઞ પણ મનાય છે. એલિયન સાથેની તેની મુલાકાતની વાત ચોંકાવનારી છે. તેમણે એમ પણ કહ્યું કે, એલિયન્સ વિશે વિગતવાર કહેવું થોડું મુશ્કેલ છે પરંતુ તેઓ આપણી આસપાસ રહે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
