કાબુલ આત્ઘાતી હુમલામાં અત્યાર સુધી 18ના મોત, 57 ઘાયલ, મૃતકોનો આંકડો વધવાની સંભાવના
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં શનિવારે(24 ઓક્ટોબરે) થયેલી આત્મઘાતી હુમલમાં મરનારની સંખ્યા 18 થઈ ગઈ છે.
કાબુલઃ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં શનિવારે(24 ઓક્ટોબરે) થયેલી આત્મઘાતી હુમલમાં મરનારની સંખ્યા 18 થઈ ગઈ છે. વળી, ઘાયલોની સંખ્યા 57 છે. મરનાર લોકોમાં સ્કૂલના બાળકો પણ શામેલ છે. મૃતકોની સંખ્યા વધવાની સંભાવના છે. કાબુલ ગૃહ મંત્રાલયના પ્રવકતા તારિક અરિયાનના જણાવ્યા મુજબ મરનારની સંખ્યા હજુ વધી શકે છે. તેમણે જણાવ્યુ કે પીડિત પરિવારવાળા હજુ પણ હોસ્પિટલમાં પોતાના સંબંધીઓને શોધી રહ્યા છે જ્યાં ઘાયલોને ભરતી કરવામાં આવ્યા છે. આ હુમલો કાબુલના દશ્ત-એ-બારચી સ્થિત શિયા વસ્તી ધરાવતા વિસ્તારમા એક શિક્ષણ કેન્દ્રની બહાર થયો હતો.

કાબુલ ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર આ આત્મઘાતી હુમલો પશ્ચિમી કાબુલના દશ્ત-એ-બારચી શિયા બહુલ વિસ્તારમાં એક શિક્ષણ કેન્દ્રની બહાર થયો. ગૃહ મંત્રાલયના પ્રવકતા અનુસાર જ્યારે સુરક્ષા ગાર્ડે હુમલાખોરોને રોકવાની કોશિશ કરી ત્યારે તે શિક્ષણ કેન્દ્રની અંદર જવાની કોશિશ કરી રહ્યા હતા. જો કે આ હુમલાની હાલમાં કોઈ સંગઠને જવાબદારી લીધી નથી. કાબુલ આત્મઘાતી હુમલામાં શામેલ હોવાની વાતનો તાલિબાને ઈનકાર કર્યો છે.
2018ની ઓગસ્ટમાં પણ થયો હતો આવો હુમલો
ઓગસ્ટ 2018માં પણ આ રીતે કાબુલાં એક આત્મઘાતી હુમલો થયો હતો જેમાં 34 છાત્રોના મોત થઈ ગયા હતા. હુમલાની જવાબદારી ઈસ્લામિક સ્ટેટ સાથે જોડાયેલ સંગઠને લીધી હતી. અફઘાનિસ્તાનમાં ઈસ્લામિક સ્ટેટે લઘુમતી શિયાઓ, સિખો અને હિંદુઓ પર હુમલા શરૂ કર્યા છે. તેમનુ માનવુ છે કે તે ધાર્મિક છે. ગયા સપ્તાહે શનિવારે (17 ઓક્ટોબરે) પૂર્વ અફઘાનિસ્તાન રસ્તાના કિનારે કરેલા વિસ્ફોટમાં 9ના મોત થઈ ગયા હતા. વિસ્ફોટની ચપેટમાં એક મિની વેન આવી ગઈ હતી જેમાં સામાન્ય પબ્લિક સવાર હતી. આ વિસ્ફોટમાં બે પોલિસવાળાના પણ મોત થઈ ગયા હતા.












Click it and Unblock the Notifications
