અફઘાન મીડિયાનો દાવો - 100થી વધુ ભારતીયોનુ અપહરણ કરીને લઈ ગયા લડાકુ, તાલિબાન પ્રવકતાએ નકાર્યુ

અફઘાનિસ્તાનના પત્રકારોએ દાવો કર્યો છે કે 100-150 ભારતીયોનુ તાલિબાને અપહરણ કરી લીધુ છે.

કાબુલઃ અફઘાનિસ્તાનતી અમેરિકી સેના પાછી આવવા અને રાષ્ટ્રપતિ અશરફ ગનીના દેશ છોડીને ભાગી ગયા બાદ તાલિબાને દેશ પર કબજો કરી લીધો છે. કાબુલ પર તાલિબાનની સત્તા બાદ વિદેશી લોકો ત્યાંથી નીકળવાની કોશિશમાં છે. ભારત તરફતી પણ પોતાના નાગરિકો અને કર્મચારીઓને બહાર કાઢવાની કોશિશ થઈ રહી છે. આ દરમિયાન અફઘાનિસ્તાનના પત્રકારોએ દાવો કર્યો છે કે 100-150 ભારતીયોનુ તાલિબાને અપહરણ કરી લીધુ છે.

શું છે અફઘાન મીડિયાનો દાવો

શું છે અફઘાન મીડિયાનો દાવો

અફઘાનિસ્તાનની મીડિયાએ પોતાના સૂત્રોના હવાલાથી દાવો કર્યો છે કે મીડિયા રિપોર્ટસ મુજબ તાલિબાને કાબુલ એરપોર્ટ પાસેથી 150થી વધુ લોકોનુ અપહરણ કર્યુ છે જેમાં મોટાભાગના ભારતીયો છે. રિપોર્ટસમાં કહેવામાં આવ્યુ છે કે હામિદ કરજઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પાસેથી 150થી વધુ લોકોને તાલિબાન લઈને જતા રહ્યા. આ લોકોમાં ઘણા અફઘાન નાગરિક અને અફઘાન સિખ શામેલ છે પરંતુ આમાં મોટાભાગના ભારતીય નાગરિકો છે જે પોતાના દેશ પાછા આવવા માટે એરપોર્ટ પાસે જમા હતા. અફઘાન પત્રકારોનો દાવો છે કે ભારત સરકાર બારીકાઈથી આ મામલે નજર રાખી રહ્યુ છે. જો કે ભારત સરકાર કે યુએસ-નાટો બળો તરફથી અત્યાર સુધી કોઈ અધિકૃત પુષ્ટિ કરવામાં આવી નથી.

તાલિબાને અપહરણની વાતને નકારી

તાલિબાને અપહરણની વાતને નકારી

કાબુલમાં કાર્યરત પત્રકાર જકી દરયાબીએ પોતાના એક ટ્વિટમાં કહ્યુ છે કે તાલિબાનના પ્રવકતા અહમદુલ્લા વાસેકે કાબુલથી લગભગ 150 ભારતીય નાગરિકોના અપહરણની વાતને ફગાવી દીધી છે. તેમણે કહ્યુ કે તાલિબાનના પ્રવકતાએ એટિલાટ્રોજ સાથે વાતચીતમાં કહ્યુ કે તેમના લડાકુઓએ કોઈને ઉઠાવ્યા નથી.

અફઘાનિસ્તાનમાં ભારે અફડાતફડીનો માહોલ

અફઘાનિસ્તાનમાં ભારે અફડાતફડીનો માહોલ

અફઘાનિસ્તાનથી અમેરિકી સેનાના પાછા આવ્યા બાદ રાષ્ટ્રપતિ અશરફ ગની પણ દેશ છોડીને ભાગી ગયા છે. એવામાં તાલિબાનના દેશ પર કબજા બાદ ત્યાં ભારે ઉથલપાથલ દેખાઈ રહી છે. તાલિબાન હાલમાં નવી સરકાર બનાવવાની પ્રક્રિયામાં છે. જો કે હજુ તેમણે કોઈ સરકાર વિશે ફાઈનલ એલાન કર્યુ નથી. એવામાં દેશમાં અફડાતફડીનો માહોલ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X