તીવ્ર ગરમીઅને ભેજથી નબળો પડી રહ્યો છે કોરોના વાયરસ, અમેરિકી રિસર્ચનો દાવો
સૂરજની તીવ્ર ગરમીમાં વાયરસ ખતમ. અમેરિકી સરકાર તરફથી થયેલા રિસર્ચમાં આ વાતને સાબિત કરવામાં આવી છે કે વાયરસ ઘરની અંદર અને સૂકી પરિસ્થિતિમાં જીવતો રહે છે.
અમેરિકાના એક અધિકારીએ કહ્યુ છે કે એવુ લાગી રહ્યુ છે કે કોરોના વાયરસ સૂરજની તીવ્ર પ્રકાશ, ગરમી અને ભેજમાં ઝડપથી નબળો પડી રહ્યો છે. ગુરુવારે આ અધિકારીએ દાવો કર્યો કે આવનારા વાતાવરણમાં જ્યારે ગરમીઓ શરૂ થઈ જશે તો મહામારીના સંક્રમણની સંભાવના ઘટી શકે છે. વાયરસના કારણે અત્યાર સુધી અમેરિકામાં 50,243 લોકોના મોત થઈ ચૂક્યા છે અને 886,709 લોકો આનાથી પ્રભાવિત છે.

સૂરજની તીવ્ર ગરમીમાં વાયરસ ખતમ
અમેરિકી સરકાર તરફથી થયેલા રિસર્ચમાં આ વાતને સાબિત કરવામાં આવી છે કે વાયરસ ઘરની અંદર અને સૂકી પરિસ્થિતિમાં જીવતો રહે છે પરંતુ જેમ જેમ વધુ તાપમાન અને ભેજના વાતાવરણમાં આવે એટલે નબળો પડી જાય છે. હોમલેન્ડ સિક્યોરિટીના સાયન્સ એન્ડ ટેકનોલોજી તરફથી એક રિસર્ચ કરવામાં આવ્યુ છે અને આના કાર્યકારી પ્રમુખ વિલિયમ બ્રાયન તરફથી આ વાત કહેવામાં આવી છે. વ્હાઈટ હાઉસમાં ન્યૂઝ બ્રીફિંગ દરમિયાન બ્રાયને કહ્યુ, ‘વાયરસ સૂરજની તીવ્ર ગરમીમાં ત્વરિત ખતમ થઈ જાય છે.'

ગરમ હવામાનમાં નબળી પડશે મહામારી
રિસર્ચમાં કહેવામાં આવ્યુ કે જે પરિણામો આવ્યા છે તેનાથી આશા જાગી છે કે કોરોના વાયરસ બીજી બિમારીઓ જેવી કે ફ્લુની જેમ વર્તશે જે ગરમ હવામાનમાં ઓછી સંક્રમક થાય છે. પરંતુ કોરોના વાયરસ સિંગાપુર જેવા દેશોમાં ખતરનાક સાબિત થઈ રહ્યો છે જ્યાં હવામાન ગરમ જ રહે છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ કે રિસર્ચના પરિણામોમાં સાવચેતી રાખવાની જરૂર છે. તેમણે સાથે જ જૂના રિસર્ચનો હવાલો પણ આપ્યો જેમાં કહેવામાં આવ્યુ હતુ કે કોરોના યરસ ગરમીની ઋતુમાં નબળો પડી શકે છે.

ટ્રમ્પ બોલ્યા મે પહેલા પણ કહી હતી આ વાત
રાષ્ટ્રપતિ ટ્રમ્પે બ્રીફિંગમાં કહ્યુ, મે પહેલા પણ કહ્યુ હતુ કે કોરોના વાયરસ ગરમી અને તીવ્ર રોશનીમાં ખતમ થઈ શકે છે પરંતુ ત્યારે લોકોને મારુ નિવેદન ગમ્યુ નહોતુ. અમેરિકાના 16 રાજ્યો અર્થવ્યવસ્થાને ફરીથી ખોલવા અને પ્રતિબંધોમાં ઢીલ આપવાની યોજના બનાવી રહ્યા છે. જૉર્જિયા અને સાઉથ કેરોલિનામાં લોકોને ફરીથી બિઝનેસ ખોલવાની મંજૂરી આપી દેવામાં આવી છે. ટ્રમ્પ પ્રશાસનનુ કહેવુ છે કે રાજ્યો પાસે જ્યાં સુધી એ અંગેનુ પ્રમાણ ન મળે કે તેમના ત્યાં સંક્રમણના કેસોમાં ઘટાડો આવ્યો છે ત્યાં સુધી તેમણે થોડી રાહ જોવી જોઈએ.

MITના અભ્યાસમાં પણ કહેવામાં આવી આ વાત
થોડા દિવસો અગાઉ પ્રતિષ્ઠિત મેસાચ્યુસેટ્સ ઈન્સ્ટીટ્યુટ ઑફ ટેકનોલૉજી(એમઆઈટી) તરફથી થયેલા એક રિસર્ચમાં પણ એ રીતનો દાવો કરવામં આવ્યો છે. એમઆઈટી તરફથી થયેલા રિસર્ચમાં કહેવામાં આવ્યુ હતુ કે જે જગ્યાએ તાપમાન 4થી 10 ડિગ્રી વચ્ચે હતુ ત્યાં કોરોના વાયરસના નવા કેસમાં વધારો થયો હતો. રિસર્ચ મુજબ 10 માર્ચ બાદ કેસમાં ઝડપથી વધારો જોવામાં આવ્યો હતો અને જે જગ્યાએ તાપમાન 18 ડિગ્રીથી નીચે રહ્યુ ત્યાં દર્દીઓની સંખ્યા વધી હતી. જો કે અમુક લોકોએ રિસર્ચને માનવાનો ઈનકાર કરી દીધો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
