પિતાની નજર સામે જ શાર્ક યુવકનો શિકાર કરીને ખાઈ ગઈ, ખૌફનાક વીડિોયો સામે આવ્યો
ઈજિપ્તના એક રિસોર્ટ પાસે ખરનાક ઘટના ઘટી છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. અહીં એક પિતા સામે જ એક શાર્કે યુવકનો શિકાર કર્યો અને મારીને ખાઈ ગઈ. હવે વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
આ રૂહ કંપાવતો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. શાર્કનો હુમલો થતા યુવકના પિતા કિનારે રાડો પાડતા રહ્યા અને શાર્કે યુવકનો શિકાર બનાવીને જતી રહી. વીડિયોમાં જોઈ શકાય છે કે શાર્ક યુવકને વારંવાર પાણીમાં પછાડી રહી છે. યુવક ભાગવાની કોશિશ કરે છે પરંતુ નિષ્ફળ રહે છે.

23 વર્ષીય વ્લાદિમીર પોપોવ સ્વિમિંગ માટે આવ્યો હતો. આ દરમિયાન તે શાર્કનો શિકાર બન્યો. આ ઘટના દરમિયાન તેની ગર્લફ્રેન્ડ પણ સાથે હતી પરંતુ તે ભાગવામાં સફળ રહી. પોપોવના પિતા આંખ સામે ઘટનાને જોતા રહ્યા પરંતુ કંઈ ન કરી શક્યા.
પોપોવ તેના પિતા સાથે થોડા મહિના પહેલા જ રિસોર્ટમાં આવ્યો હતો. આ દરમિયાન ટાઇગર શાર્કે તેના પર હુમલો કર્યો અને મોત થયુ. અહેવાલો અનુસાર રિસોર્ટના લાઇફગાર્ડ સહિત કેટલાક દર્શકો તેને બચાવવા દોડ્યા હતા પરંતુ કોઈ ફાયદો થયો નહી.
I watched the video in horror 😱. A shark kill a Russian tourist. #SharkAttack, #Shark #Russian #Egypt #SharkInEgypt pic.twitter.com/HfCO5awnKt
— Tracey Sutcliffe (@TraceySutcliff4) June 9, 2023
બીજા લોકો મદદે પહોંચે ત્યાં સુધીમાં શાર્ક પોતાનું કામ કરી ચૂકી હતી. આ વીડિયોમાં એક મહિલાનો અવાજ પણ સંભળાઈ રહ્યો છે. સ્થળ પર હાજર એક વ્યક્તિએ કહ્યું કે, હું ધ્રૂજી રહ્યો છું. શાર્ક મારી નજર સામે જ છોકરાનો શિકાર કરીને ભાગી ગઈ. મને બહુ ખરાબ લાગી રહ્યું છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
