પાકિસ્તાનમાં ઈસ્લામ વિરોધી મેસેજ કરનારા વ્યક્તિને મોતની સજા, 12 લાખનો દંડ પણ ફટકાર્યો

આતંકવાદ અને કટ્ટરવાદના ચક્કરમાં બરબાદ થઈ ગયેલા પાકિસ્તાનમાં વધુ એક કટ્ટરતાનો કિસ્સો સામે આવ્યો છે. સામે આવી રહેલા સમાચારો અનુસાર, ઈસ્લામ વિરૂદ્ધ મેસેજ કરવાના આરોપમાં પોલીસે એક વ્યક્તિને મોતની સજા અને 12 લાખનો દંડ કરાયો છે.
પાકિસ્તાનના પેશાવરમાં ઇસ્લામ વિરોધી વોટ્સએપ ગ્રુપ મેસેજ પોસ્ટ કરવા બદલ કોર્ટે મોતની સજા ફટકારી છે. આરોપી સૈયદ મોહમ્મદ ઝીશાનને ઈસ્લામિક વિરોધી મેસેજ પોસ્ટ કરવા બદલ આતંકવાદ વિરોધી કોર્ટેે ત્યુદંડની સજા સંભળાવી છે. પાકિસ્તાનની કોર્ટે ઝીશાનને પ્રિવેન્શન ઓફ ઈલેક્ટ્રોનિક ક્રાઈમ એક્ટ અને એન્ટી ટેરરિસ્ટ એક્ટ હેઠળ સજા સંભળાવી છે.
કોર્ટે આદેશમાં કહ્યું કે, આરોપી સૈયદ મોહમ્મદ ઝીશાનને દોષિત માનવામાં આવે છે અને સજા કરવામાં આવે છે. આ સાથે કોર્ટે દોષિતને 23 વર્ષની જેલ અને 12 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.
પાકિસ્તાનના પંજાબમાં રહેતા મોહમ્મદ સઈદે આરોપી ઝીશાન વિરુદ્ધ બે વર્ષ પહેલા કેસ દાખલ કર્યો હતો. સઈદના વકીલ હુસૈને જણાવ્યું કે, આરોપીએ વોટ્સએપ ગ્રુપ પર ઈસ્લામિક વિરોધી મેસેજ મોકલ્યા હતા. ફરિયાદના આધારે તપાસ એજન્સીએ કેસની તપાસ હાથ ધરી હતી અને ઝીશાનનો ફોન જપ્ત કર્યો હતો. ફોનને તપાસ માટે મોકલ્યો હતો અને આમાં આરોપી દોષી સાબિત થયો હતો.
અહીં તમને જણાવી દઈકે ઈસ્લામને લઈને કેસ દાખલ થયો હોય તેવી આ પહેલી ઘટના નથી. આ પહેલા પણ ઘણા કેસ દાખલ થયા છે. પાકિસ્તાનમાં છેલ્લા બે દાયકામાં 774 મુસ્લિમો અને 760 લઘુમતી સમુદાયના લોકો પર ઈશનિંદાના આરોપ લાગ્યા છે. જો કે, આ કેસમાં સૈયદ મોહમ્મદ ઝીશાનને કોર્ટે અપીલ કરવાનો અધિકાર આપ્યો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
