મુસ્લિમ દેશોના સમૂહે ઈઝરાયલ-ગાઝા યુદ્ધને લઈ 'તત્કાળ' બેઠક બોલાવી

ઈસ્લામિક દેશોના એક શીર્ષ સમૂહે ઈઝરાયલ-ગાઝા યુદ્ધ પર ચર્ચા માટે સાઉદી અરેબિયામાં એક "તત્કાળ અસાધારણ બેઠક" બોલાવી છે. ઈસ્લામિક સહયોગ સંગઠન "સૈન્ય જમાવડા" અને "ગાઝામાં રક્ષાહીન નાગરિકો માટે ખતરા"ને લઈ ચર્ચા કરવા માંગે છે. ઈસ્લામિક સમિટના તાત્કાલીન સત્રની અધ્યક્ષતા કરનાર સાઉદી અરબે બુધવારે જેદ્દામાં થનાર બેઠક માટે સભ્ય દેશોને આમંત્રિત કર્યા છે.

israel gaza war

ઓઆઈસીએ પોતાના વેબસાઈટ પર એક નિવેદનમાં કહ્યું, "સાઉદી અરબના નિયંત્રણ પર... સંગઠનની કાર્યકારી સમિતિએ ગાઝા અને તેની આસપાસ વધતી સૈન્ય ગતિવિધિઓ સાથે જ નાગરિકોના જીવન અને આ વિસ્તારની સંપૂર્ણ સુરક્ષા અને સ્થિરતાને ખતરામાં નાખતી સ્થિતિઓને સંબોધિત કરવા માટે મંત્રી સ્તર પર તત્કાળ અસાધારણ બેઠક બોલાવી છે."

ઓઆઈસી ચાર મહાદ્વીપોમાં ફેલાયેલ 57 દેશની સભ્યતાની સાથે સંયુક્ત રાષ્ટ્ર પછી બીજું સૌથી મોટું સંગઠન છે. જે ખુદને મુસ્લિમ દુનિયાની સામૂહિક અવાજ ગણે છે.

જ્યારે સાઉદી અરબે ઈઝરાયેલ સાથે સંબંધોને સંભવિત રૂપે સામાન્ય બનાવવાને લઈ વાર્તા સસ્પેન્ડ કરી એ દિવસે જ ઓઆઈસીની તત્કાળ બેઠકનું આહ્વાન કરવામાં આવ્યું.

હમાસે 7 ઓક્ટોબરે ઈઝરાયેલ પર મોટા પાયે હુમલા કર્યા હતા, જેમાં 1300 લોકો મૃત્યુને ભેટ્યા. જે બાદ ઈઝરાયલે જવાબી કાર્યવાહીમાં બોમ્બમારો કર્યો હતો, જેમાં ક્ષેત્ર પર સંભવિત ઈઝરાયલ જમીની હુમલાથી પહેલાં ગાઝા પટ્ટીમાં ઓછામાઓછા 2215 લોકો મૃત્યુ પામ્યા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X