માત્ર 50 રૂપિયામાં ભરાઈ જશે કારની ટેન્ક, અહીંયા એટલું સસ્તું છે પેટ્રોલ ડીઝલ
આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં થયેલા વધારાને કારણે ભારતમાં ઘણા શહેરોમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયા પ્રતિ લિટરને પાર કરી ગઇ છે. લગભગ દરેક મોટા શહેરમાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લિટરથી વધુ છે.
આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં થયેલા વધારાને કારણે ભારતમાં ઘણા શહેરોમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયા પ્રતિ લિટરને પાર કરી ગઇ છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતોને લઈને દેશમાં હોબાળો છે. લગભગ દરેક મોટા શહેરમાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લિટરથી વધુ છે. આ સાથે ડીઝલની કિંમતમાં પણ વધારો થયો છે.
વિશ્વમાં પેટ્રોલિયમ સંપત્તિથી સમૃદ્ધ ઘણા દેશોમાં બળતણના ભાવ એટલા નીચા છે કે, તમે જાણીને વિશ્વાસ નહીં કરો. અમે વેટ કરી રહ્યા છીએ વેનેઝુએલાની, જ્યાં તમે તમારી કારની ટાંકી માત્ર થોડા રૂપિયામાં ભરાવી શકો છો.

શું રાજકીય કટોકટી જવાબદાર છે?
આ દેશમાં તમે કારની ટાંકી માત્ર 50 રૂપિયામાં ભરાવી શકો છો, જ્યારે ભારતમાં આ કિંમતમાં તમને અડધા લિટર પેટ્રોલ પણ નહીં મળે. વેનેઝુએલામાં લાંબા સમય સુધી રાજકીય ઉથલપાથલને કારણે, પરિસ્થિતિ એવી બની ગઈ છે કે, જે દરેકને આશ્ચર્યચકિત કરે છે. અહીં તમે ભારતીય ચલણના માત્ર 21 પૈસા ખર્ચ કરીને તમારી બાઇકમાં એક લિટર પેટ્રોલ પુરાવી શકો છો. ઉર્જા ક્ષેત્રની વેબસાઇટ www.globalpetrolprices.com અનુસાર, જ્યારે તમે વેનેઝુએલામાં પેટ્રોલની કિંમત સાંભળશો, ત્યારે પણ વિશ્વાસ નહીં કરો, માત્ર 0.02 ડોલર અને ડીઝલ કારણ કે તે માત્ર 0 ડોલરમાં વેચાઇ રહ્યું છે.
ચલણનો હિસાબ
ઉલ્લેખનીય છે કે, વેનેઝુએલાના ચલણમાં પેટ્રોલની કિંમત 5,000 બોલિવર પ્રતિ લિટર છે. જો તમે ડોલર 0.02 ને ભારતીય રૂપિયામાં વિભાજીત કરો છો, તો આ કિંમત માત્ર દોઢ રૂપિયા છે. બીજી તરફ જો તમે બોલિવરની તુલના ભારતીય ચલણ સાથે કરો, તો આ કિંમત પ્રતિ લિટર માત્ર 21 પૈસા છે. આનું કારણ એ છે કે, તાજેતરના વિનિમય દર મુજબ હાલમાં 23733.95 બોલિવરની ગણતરી એક ભારતીય રૂપિયામાં થાય છે.
ઘણીવાર દક્ષિણ અમેરિકાના આ દેશ વેનેઝુએલામાં પેટ્રોલની કિંમત ઘણી ઓછી હોય છે. જો કે, આ પહેલા પણ એક લિટર બળતણની કિંમત ભારતની ટ્રેનોમાં ઉપલબ્ધ રેલ નીર પાણીની 15 રૂપિયાની બોટલ કરતા ઓછી રહી છે. અહીં ડીઝલ પેટ્રોલની કિંમતો સમગ્ર વિશ્વની હેડલાઇન્સમાં રહી છે.
આ દેશોમાં પેટ્રોલ ટોફી, ચોકલેટ ખરીદવા જેટલું સસ્તું છે
અન્ય કેટલાક દેશોમાં સસ્તું પેટ્રોલ મળવાની વાત આવે, ત્યારે ઈરાન બીજા નંબરે છે. જ્યાં તમને સૌથી સસ્તું પેટ્રોલ મળી શકે છે. એ જ રીતે તમે સુદાન, કતાર, કઝાકિસ્તાન, તુર્કમેનિસ્તાન, નાઇજીરીયા, કુવૈત, અલ્જેરિયા, અંગોલા જેવા અન્ય 8 દેશોમાં મુસાફરી કરતી વખતે સસ્તું પેટ્રોલ મેળવી શકો છો. આ દેશોમાં એક લિટર પેટ્રોલ નાખવું ભારતની સરખામણીમાં ટોફી-ચોકલેટ ખરીદવા જેટલું સસ્તું છે.
-
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત










Click it and Unblock the Notifications
