9/11ની 13મી વરસી; આવા હુમલાથી કેટલું સુરક્ષિત છે વિશ્વ
એવી કલ્પના કરવી પણ કપરી છે કે આપ આપની ઓફીસમાં બેસીને કામ કરી રહ્યા હોવ અને તે જ સમયે કોઇ વિમાન આવીને તમારી ઓફીસ સાથે અથડાઇ જાય. અને જોત જોતામાં ચારેય તરફ ધૂળ અને લાશો જ દેખાય. કંઇક આવું જ કરૂણ દ્રશ્ય 11 સપ્ટેમ્બર, 2001ના રોજ અમેરિકામાં સર્જાયું હતું, હા આજે વિશ્વના સૌથી ભયાનક આતંકવાદી હુમલા 9/11ની 13મી વરસી છે. આજના દિવસે જ અલકાયદાએ અમેરિકાના ટ્વિન ટાવર પર વિમાન થકી હુમલો કર્યો હતો.
11 સપ્ટેમ્બર 2001ના રોજ અલકાયદાના આતંકવાદીઓએ અમેરિકા ઉપરથી ઉડનારા 4 વિમાનોને હાઇજેક કર્યા. અને બાદમાં 8 વાગ્યાને 46 મિનિટે ન્યૂયોર્કની શાન સમા વર્લ્ડ ટ્રેડ સેંટરના ઉત્તરી ટાવર સાથે એક વિમાનને ટકરાવી દીધું. ત્યારબાદ ચારે તરફ અફરાતરફરી મચી ગઇ. ન્યૂયોર્ક શહેરમાં ચારેય તરફ પોલીસ અને એમ્બ્યુલન્સની સાયરન જ ગુંજવા લાગી. લોકો ઓફીસમાંથી બહાર આવવા લાગ્યા. આજુ બાજુના ટાવરોમાં પણ ભય ફેલાઇ ગયો. પરંતુ માત્ર 17 મિનિટ બાદ 9 વાગ્યાને 3 મિનિટ પર વર્લ્ડ ટ્રેડ સેંટરના દક્ષિણી ટાવર સાથે વધુ એક વિમાન અથડાયું. અમેરિકા માટે આ અત્યાર સુધીનો સૌથી મોટો આતંકી હુમલો હતો.
આતંકીઓએ એક વિમાનથી અમેરિકાના રક્ષા મંત્રાલયના મુખ્યાલય પેંટાગન પર પણ હુમલો કર્યો. જ્યારે એક વિમાન પેંસિલવેનિયાના શાંક્શવિલેમાં જઇને પડ્યું. આ ચારેય વિમાનમાં સવાર તમામ યાત્રીઓના મોત થઇ ગયા. આ હુમલામાં લગભગ 3000 લોકો માર્યા ગયા. કોઇપણ આતંકી હુમલામાં અત્યાર સુધી માર્યા ગયેલા લોકોની આ સૌથી મોટી સંખ્યા હતી. આ હુમલા બાદ અમેરિકાએ આતંકવાદ વિરુદ્ધ નવા અભિયાનની શરૂઆત કરી અને અલકાયદાના પ્રમુખ ઓસામા બિન લાદેનની શોધખોળ શરૂ કરી.
લગભગ 10 વર્ષ બાદ અમેરિકાએ પાકિસ્તાનના એબટાબાટમાં 9/11 હુમલાના દોષી અલકાયદા પ્રમુખ ઓસામા બિન લાદેનને ઠાર મરાયો. એબાટાબાદ એક એવું સ્થળ હતું જ્યાં પાકિસ્તાનનો કેંટ વિસ્તાર હતો. જ્યાં પાકિસ્તાન સેનાનો બેઝ હતો. એટલે કે એકવાર ફરી સાબિત થઇ ગયું કે પાકિસ્તાન આતંકવાદીઓને આશ્રય આપે છે.
ઓસામા બિન લાદેનના એન્કાઉન્ટર બાદ એ આશા કરવામાં આવી કે હવે વિશ્વમાંથી આતંક ખતમ થઇ જશે. પરંતુ લાદેનના માર્યા ગયા બાદ અલકાયદાએ પોતાને પહેલા કરતા વધારે મજબૂત અને સંગઠિત કર્યું. અલ જવાહિરી અલકાયદાનો નવો પ્રમુખ બન્યો. અલકાયદાની સાથે જ ઇસ્લામિક સ્ટેટ નામનો વધુ એક ચરમપંથી સંગઠન ઊભું થઇ ગયું છે જેના પ્રમુખ અબુ બકર અલ-બગદાદીને પોતાને ખલીફા જાહેર કર્યો.
9/11ના હુમલા બાદ અમેરિકાએ પોતાની સુરક્ષા પ્રણાલી મજબૂત કરી અને ત્યારબાદ અહીં કોઇ પણ મોટી ઘટના ઘટી નથી. પરંતુ દક્ષિણ એશિયાઇ દેશો અને ખાડીના દેશો પર અલકાયદાનો પ્રભાવ વધતો જ ગયો. આજે આખા વિશ્વમાં આતંકનો નવો ખતરો દેખાઇ રહ્યો છે. ક્યાંક અલકાયદાના નામ પર તો ક્યાંક ઇસ્લામિક સ્ટેટના નામ પર. આ બધાની વચ્ચે એક સર્વસામાન્ય પ્રશ્ન એ થાય કે આપણું વિશ્વ 9/11 જેવા હુમલાથી કેટલું સુરક્ષિત છે?
9/11ની ઘટનાને જુઓ તસવીરોમાં અને મૃતકોને આપો શ્રદ્ધાંજલિ...

9/11ની 13મી વરસી
આજે વિશ્વના સૌથી ભયાનક આતંકવાદી હુમલા 9/11ની 13મી વરસી છે. આજના દિવસે જ અલકાયદાએ અમેરિકાના ટ્વિન ટાવર પર વિમાન થકી હુમલો કર્યો હતો.

વિમાનથી હુમલો
11 સપ્ટેમ્બર 2001ના રોજ અલકાયદાના આતંકવાદીઓએ અમેરિકા ઉપરથી ઉડનારા 4 વિમાનોને હાઇજેક કર્યા. અને બાદમાં 8 વાગ્યાને 46 મિનિટે ન્યૂયોર્કની શાન સમા વર્લ્ડ ટ્રેડ સેંટરના ઉત્તરી ટાવર સાથે એક વિમાનને ટકરાવી દીધું. ત્યારબાદ ચારે તરફ અફરાતરફરી મચી ગઇ.

9 વાગ્યાને 3 મિનિટે બીજો હુમલો
ન્યૂયોર્ક શહેરમાં ચારેય તરફ પોલીસ અને એમ્બ્યુલન્સની સાયરન જ ગુંજવા લાગી. લોકો ઓફીસમાંથી બહાર આવવા લાગ્યા. આજુ બાજુના ટાવરોમાં પણ ભય ફેલાઇ ગયો. પરંતુ માત્ર 17 મિનિટ બાદ 9 વાગ્યાને 3 મિનિટ પર વર્લ્ડ ટ્રેડ સેંટરના દક્ષિણી ટાવર સાથે વધુ એક વિમાન અથડાયું. અમેરિકા માટે આ અત્યાર સુધીનો સૌથી મોટો આતંકી હુમલો હતો.

પેંટાગન પર પણ હુમલો
આતંકીઓએ એક વિમાનથી અમેરિકાના રક્ષા મંત્રાલયના મુખ્યાલય પેંટાગન પર પણ હુમલો કર્યો.

એક વિમાન જંગલમાં જઇને પડ્યું
જ્યારે એક વિમાન પેંસિલવેનિયાના શાંક્શવિલેમાં જઇને પડ્યું. આ ચારેય વિમાનમાં સવાર તમામ યાત્રીઓના મોત થઇ ગયા. આ હુમલામાં લગભગ 3000 લોકો માર્યા ગયા.

લોકોએ ટાવર પરથી લગાવ્યા કૂદકા
કોઇપણ આતંકી હુમલામાં અત્યાર સુધી માર્યા ગયેલા લોકોની આ સૌથી મોટી સંખ્યા હતી. લોકોએ બચવા માટે ટાવર પરથી જમ્પ પણ માર્યો પરંતુ હાલમાં માત્ર મોત જ આવ્યું.

માત્ર ધૂળની ડમરી
હુમલા બાદ થોડી જ પળોમાં આખો ટાવર ધૂળમાં ફેરવાઇ ગયો.

મૃતકોને શ્રદ્દાંજલિ
હુમલા બાદ અહીં મૃતકોની યાદમાં માત્ર સ્તંભ ઊભા કરવામાં આવ્યા છે. જ્યા લોકો પોતાના પ્રિયજનોને યાદ કરીને તેમને શ્રદ્ધાંજલિ અર્પે છે.
વર્લ્ડ ટ્રેડ સેંટર પર થયેલો ભયાનક હુમલો
વર્લ્ડ ટ્રેડ સેંટર પર થયેલા ભયાનક હુમલાને જુઓ વીડિયોમાં...
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
