યુરોપની એક ગુફામાં 6 હજાર વર્ષ જૂના જૂતા મળ્યા, જાણો આજથી કેટલા અલગ છે?
દુનિયાભરના પુરાતત્વવિદ હજારો વર્ષ જૂના રાઝને ખોલવા માટે સતત રિસર્ચ કરતા રહે છે. આ ક્રમમાં જ પુરાતત્વવિદોને હાલમાં જ યુરોપમાં 6 હજાર વર્ષ જૂના જુત્તા મળ્યા છે.
યુરોપમાં 6 હજાર વર્ષ કરતા વધુ સમયથી ગુફામાં અંદર રહેલા સૌથી જૂના જૂતા મળી આવ્યા છે. એક સ્પેનિશ ગુફામાં મળી આવેલા શૂઝ એકદમ અકબંધ હતા અને તેની ડિઝાઇન ચોંકાવનારી છે.

આ શૂઝ જોઈને વૈજ્ઞાનિકો પણ આશ્ચર્યમાં છે. આ શોધ આપણા નિયોલિથિક પૂર્વજોની અદભૂત કુશળતા અને હસ્તકલા દર્શાવે છે. આ જૂતા જટિલ રીતે વણાયેલી બાસ્કેટ અને લાકડાની કલાકૃતિઓ સાથે મળી આવ્યા છે.
વૈજ્ઞાનિકોની એક ટીમે આ પ્રાગૈતિહાસિક પ્લિમસોલ્સની તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે સૌથી જૂના જૂતા એસ્પાર્ટો ગ્રાસ નામના ફાઇબરમાંથી વણાયેલા હતા. જે આધુનિક એસ્પાડ્રિલ જૂતા સાથે સામ્યતા ધરાવે છે. આ જૂતા 2008 માં આર્મેનિયામાં શોધાયેલા 5,500 વર્ષ જૂના ચામડાના જૂતા કરતાં જૂના છે.
કાર્બન ડેટિંગથી જાણવા મળ્યું કે, આ કલાકૃતિઓનો સંગ્રહ અગાઉના વિચાર કરતાં લગભગ 2,000 વર્ષ જૂનો હતો. ગુફામાં મળેલી અન્ય વસ્તુઓમાં વણેલા બાસ્કેટનો સમૂહ તેમજ લાકડાના સાદા ઓજારો હથોડી અને પોઈન્ટેડ લાકડીઓનો સમાવેશ થાય છે.
સંશોધકોએ શોધી કાઢ્યું હતું કે 76 વસ્તુઓમાંથી કેટલીક 9,500 વર્ષ પહેલાં બનાવવામાં આવી હતી, જે તેમને પ્રારંભિક શિકારી-સંગ્રહી સમાજોમાં ટોપલી બનાવવાનો પ્રથમ પુરાવો પણ છે.
📣Archaeologists have discovered 6,200-year-old #Shoes in a cave, challenging assumptions about early humans. These #Ancient sandals, found in a Spanish bat cave, are believed to be the oldest shoes in Europe. #Archaeology pic.twitter.com/x20No884AF
— Top News (@topnewsen401) September 30, 2023
આ જૂતાની સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે 6000 વર્ષ પછી પણ સંપૂર્ણ રીતે સચવાયેલા છે. આ જૂતા આટલા વર્ષો સુધી કેવી રીતે સચવાયા તે ગુફાની રચના અને સ્થાનને કારણે શક્ય બન્યું છે.
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ગુફામાંથી ઠંડી અને સૂકી હવા પસાર થતી હતી, જેના કારણે તેની અંદર ભેજ ઓછો રહે છે અને બેક્ટેરિયાના ફેલાવાને અટકાવે છે. આ બેક્ટેરિયા આ કલાકૃતિઓનો નાશ કરી શકે છે. તેની ગેરહાજરીને કારણે આ વસ્તુઓ આટલા વર્ષો સુધી સચવાઈ.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
