ગ્વાટેમાલામાં 7.4 તીવ્રતાનો ભૂકંપ, 48ના મોત
મેક્સિકો સિટી, 8 નવેમ્બર: અમેરિકાના ગ્વાટેમાલા શહેરમાં બુધવારે આવેલા 7.4 તીવ્રતાના ભૂકંપના કારણે 48 લોકોના મોત નિપજ્યાં છે, જ્યારે 155 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ભૂકંપની તીવ્રતા એટલી હતી કે લગભગ 135 ઘર ઢળી પડ્યાં હતા. શહેરના ગર્વનર એરોલ્ડો રિવેરાના જણાવ્યા અનુસારા આ ભૂકંપમાં 100 વધુ લોકો ગુમ થયા હતા. મૃતકોની સંખ્યામાં વધારો થતો જોવા મળે છે.
આ ભૂકંપ જીએમટી સમયઅનુસાર 16:36 વાગે આવ્યો હતો. તેનું કેન્દ્રબિંદુ પેસેફિક મહાસમુદ્રમાં ચૈમપેરિકોથી 24 કિલોમીટર દૂર હતું. અમેરિકન ભૂગર્ભ વિભાગના જણાવ્યા અનુસાર ભૂકંપના સામાન્ય આંચકા હજુ ચાલુ છે.
જેવો જ આ ભૂકંપ આવ્યો તેની સાથે જ લોકો રસ્તા પર દોડી આવ્યા હતા. કાર્યસ્થળોને ખાલી કરાવવામાં આવ્યા હતા. આટલું જ નહી 73 હજારથી પણ વધુ મકાનો ખાલી કરાવવામાં આવ્યા હતા. આખા શહેરની વિજળી કાપી દેવામાં આવી હતી. રાહત કાર્ય માટે કેટલાય પડોશી શહેરોમાંથી 2000 ટીમો મોકલવામાં આવી હતી. આ ભૂકંપના કારણે કેટલીક જગ્યાએ ભૂસ્ખલન પણ થયું હતું.
મેક્સિકો સિટીમાં પણ ભૂકંપના સામાન્ય આંચકા અનુભવાયા હતા. જેની તીવ્રતા 7.3 આંકવામાં આવી હતી. સ્કૂલ, કોલેજ, કાર્યાલયોને ખાલી કરાવવામાં આવ્યા હતા જેના કારણે હાલમાં મોતના કોઇ સમાચાર પ્રાપ્ત થયા નથી. 4 ફેબ્રુઆરી 1976 બાદ અત્યાર સુધીમાં સૌથી વધુ તીવ્રતાવાળો ભૂકંપ હતો. તે ભૂકંપમાં 23 હજાર લોકોના મોત નિપજ્યાં હતા અને કરોડો લોકો બેધર બન્યા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
