વિવાદોમાં ફસાઇ મોદી સાથેની અમેરિકન ડેલિગેશનની મુલાકાત
શિકાગો, 29 માર્ચઃ યુએસ ડેલીગેશનનું એક સમૂહ હાલ ગુજરાતમાં છે અને રાજ્યના મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી રહ્યું છે. જેને લઇને એક નવો વિવાદ ચગ્યો છે. મીડિયામાં વહેતા થયેલા અહેવાલો અનુસાર આ સ્પોન્સર ટૂર ગોઠવવા માટે આયોજકે પૈસા લીધા હોવાનું બહાર આવ્યું છે અને તેમાં પ્રતિ વ્યક્તિ 3 હજારથી 16 હજાર ડોલર રૂપિયાની રકમ નક્કી કરવામાં આવી હતી. મોડી રાત્રે મળતી માહિતી પ્રમાણે અમેરિકન ડેલિગેશને આ મુદ્દે સ્પષ્ટતા કરી છે કે ટૂર ગોઠવવા માટે નાણા લીધા હોવાની વાત પાયાવિહોણી છે.
આ વ્યાપારિક પ્રતિનિધિમંડળમાં અમેરિકન પ્રતિનિધ સભામાં ચાર સભ્યો સામેલ છે. અને આ તમામ રિપબ્લિકન પાર્ટીથી આવેલા છે. શિકાગોના સમાચાર પત્ર હાઇ ઇન્ડિયામાં છપાયેલા એક અહેવાલ અનુસાર, આયોજકોએ ભારતીય મૂળના અમેરિકન સમુદાયના આ પ્રવાસ અંગે પ્રચાર કર્યો હતો.
આ પ્રવાસમાં એક રાજનીતિક કાર્યવાહી સમિતિ(પીએસી), નેશનલ ઇન્ડિયન અમેરિકન પબ્લિક પોલિસી ઇન્સ્ટિટ્યૂટ(એનઆઇએપીપીઆઇ) દ્વારા આયોજિત છે. જેની સ્થાપના શિકાગોએ કારોબારી શલભ કુમારે કરી છે. પ્રતિનિધિમંડળના નેતૃત્વકર્તા રાજનીતિજ્ઞોમાં મર્લિન સ્ટેટમેન, સિંટિયા વીડર્સપેન, કૈથી રોજર્સ અને એરોન સ્કોક પણ સામેલ છે.
એનઆઇએપીપીઇ દ્વારા આ યાત્રાની તૈયારીના સિલસિલામાં વેચવામાં આવેલા એક નિમંત્રણ પત્રમાં કહેવામાં આવ્યું છે કે આ અમેરિકન કારોબારીઓના એક સંભ્રાંત સમૂહ માટે સીમિત છે. આ સમૂહ અમદાવાદમાં નરેન્દ્ર મોદીને મળી ચૂક્યા છે અને તેમણે અમેરિકા આવવાનું નિમંત્રણ પણ આપી ચૂક્યા છે.
આ વ્યાપક યાત્રા કાર્યક્રમમાં ઉદેપુરમાં લેક પેલેસમાં રોકાણ, રાજ્ય સરકાર દ્વારા અતિથિ રીતે કર્ણાટકનો પ્રવાસ, તાજ મહેલની મુલાકાત, રણથંભોર વાઘ અભ્યારણ્યનો પ્રવાસ, જયપુરના રામબાગ પેલેસમાં એક રાતનો પ્રવાસ, અમૃતસરનું સુવર્ણ મંદિરની મુલાકાત અને પંજાબના મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલ દ્વારા આયોજિત રાત્રી ભોજનમાં હાજરી, સાથે જ એક બોલિવુડ એક્સ્ટ્રા વેંગેજા પણ સામેલ છે.

નોંધનીય છે કે આ પહેલા વ્હોર્ટનમાં સંબોધનને લઇને પણ એક વિવાદ ચગ્યો હતો અને હજુ એ શાંત જ પડ્યો છે, ત્યાં આ એક નવો વિવાદ ચગ્યો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
